- વાહન વ્યવહાર વિભાગનો મહત્વનો નિર્ણય છે
- 21 ફેબ્રુઆરીથી RTO ટેસ્ટ ટ્રેકનો સમય વધારશે
- સવારનો 7થી સાંજના 7 વાગ્યા સુધી કાર્યરત રહેશે ટ્રેક
RTOમાં ડ્રાઈવિંગ ટેસ્ટનું ભારણ ઘટાડવા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વાહન વ્યવહાર વિભાગે આજથી RTO ટેસ્ટ ટ્રેકનો સમય વધાર્યો છે. સમય સવારનો 7થી સાંજના 7 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. જેમાં આ સમય દરમિયાન ટ્રેક કાર્યરત રહેશે. તેમજ RTO કર્મચારીઓને ડબલ શિફ્ટ કરવી પડશે.
સર્વર બંધ થયાં બાદ ડ્રાઇવિંગ ટેસ્ટમાં વેઇટિંગ વધ્યું
સર્વર બંધ થયાં બાદ ડ્રાઇવિંગ ટેસ્ટમાં વેઇટિંગ વધ્યું હતું. જેમાં પાલનપુરમાં વેઇટિંગ વધતા નિર્ણય લેવાયો છે. વિભાગના આવા નિર્ણયથી કર્મચારીઓમાં નારાજગી જોવા મળી છે.
ડ્રાઈવિંગ ટેસ્ટનું ભારણ ઘટાડવા વાહન વ્યવહાર વિભાગનો મહત્વનો નિર્ણય છે. સર્વર બંધ થયા બાદ ડ્રાઇવિંગ ટેસ્ટમાં વેઇટિંગ વધતા અમદાવાદ, અમદાવાદ પૂર્વ, રાજકોટ, સુરત અને પાલનપુરમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અરજદારોનો ટેસ્ટ લીધા વિના ડ્રાઇવીંગ લાયસન્સ ઇસ્યુ
અગાઉ ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા માટે અરજદારો દ્વારા કરવામાં આવતી અરજીઓમાં અરજદારોનો ટેસ્ટ લીધા વિના ડ્રાઇવીંગ લાયસન્સ ઇસ્યુ કરવામા આવ્યા હતા. તે ઉપરાંત ટેસ્ટમાં નાપાસ થયેલા અરજદારોને ટેકનીકલ રીતે છેડછાડ કરી પાસ કરાયા હતા અને ટેકનીકલ છેડછાડ કરી ડ્રાઇવીંગ લાયસન્સ આપવામા આવતું હોવાની ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
ટેકનીકલ છેડછાડ કરીને લાયસન્સ ઈશ્યુ કરાયા
અમદાવાદ શહેરમાં ડ્રાઇવીંગ ટેસ્ટ આપ્યા વગર ડ્રાઇવીંગ લાયસન્સ ઇસ્યુ થતા હોય તેમજ ટેકનીકલ છેડછાડ કરીને લાયસન્સ ઈશ્યુ કરાયા હોવાનું તપાસમાં ખુલતાં તેમાં RTO અધિકારી તેમજ એજન્ટોની સંડોવણી સામે આવી હતી. આ ગુનાની તપાસમાં સમીર રતનધારીયા, જયદિપસિંહ ઝાલા તથા ભાવીન શાહની અટકાયત કરાઈ હતી. અને તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.


