- ખેડૂતો બાગાયત પાકો અને ફૂલોની ખેતી તરફ્ વળ્યા
- ગલગોટા અને ગુલાબની ખેતી કરીને આર્થિક ફાયદો મેળવતા ખેડૂતો
- સફેદ રંગના સેવંતીના ફૂલોની ખેતી પોતાના ખેતરમાં કરી છે
દેડિયાપાડા અને સાગબારા તાલુકામાં ખેડૂતો દ્વારા વિવિધ પ્રકારના પાકની ખેતી કરીને પોતાની આજીવિકા મેળવે છે. હવે આ બે તાલુકાના ખેડૂતોએ ખેતીમાં ક્રાંતિ કરી છે. બાગાયત પાકો અને ફૂલોની ખેતી તરફ્ વળ્યા છે. દેડિયાપાડા તાલુકાના સામરપાડા ગામના યુવાન ખેડૂત વિનીત ભાઈ શંકરભાઈ વસાવાએ પોતાના ખેતરમાં ફૂલોની ખેતી કરી છે. તેમાં આ ખેડૂતે પીળા રંગના સેવંતીના ફૂલો અને સફેદ રંગના સેવંતીના ફૂલોની ખેતી પોતાના ખેતરમાં કરી છે.
અત્યારે તેના ખેતરમાં સેવંતીના ફૂલો પૂરબહારમાં ખીલી ઉઠયા છે. આ વૈજ્ઞાનિક ઢબે ખેતી કરનાર વિનીત વસાવા એ જણાવ્યું હતું કે આ ફૂલનો પ્રતિ કિલોનો ભાવ રૂપિયા 60 થી 70 રૂપિયાના ભાવે વેચાય છે. ધાર્મિક તહેવારો તેમજ લગ્નસરામાં સેવંતીના ફૂલોની માંગ વધી જાય છે. સેવંતીના ફૂલોની કિંમતમાં વધારો થઈ જાય છે. સેવંતીના ફૂલોની ખેતીમાં મહેનત કરવી પડે છે. ઓછી જમીન અને ઓછું પાણી હોય તો પણ સેવંતીના ફૂલોની ખેતી કરી શકાય છે. સેવંતીના ફૂલો ભગવાનને હાર ચઢાવવા માટે, લગ્નમાં ફૂલોનો ઉપયોગ થાય છે.
સેવંતીના ફૂલોની વેણી અને હાર શુભ પ્રસંગોમાં ઉપયોગમાં લે છે. શુભ પ્રસંગોમાં પણ સેવંતીના ફૂલોની માંગ વધી જાય છે. દેડિયાપાડા તાલુકાના મોટા સુકાં આંબા અને અન્ય ગામડાંના ખેડૂતો પીળાં ગલગોટા અને કેસરી રંગના ગલગોટા ની ખેતી ખેડૂતો કરે છે. ગુલાબની ખેતી કરે છે. અને આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરે છે.
સાગબારા તાલુકાના દેવમોગરા અને અન્ય વિસ્તારો પણ ખેડૂતો સેવંતીના ફૂલોની ખેતી કરે છે. ગલગોટાની ખેતી કરે છે.
ગુલાબની ખેતી કરે છે. ખેડૂતો ફૂલોની ખેતી કરીને રોજગારી મેળવે છે. આર્થિક વિકાસ તરફ્ આગળ વધી રહ્યા છે.


