- ડિગ્રી કે સ્પેશિયાલિસ્ટ વિના સ્ક્રીનિંગ મશીન ચાલુ હાલતમાં મળ્યું
- જુના સ્ક્રીનીંગ મશીનો દ્વારા દર્દીઓની તપાસ કરીને સારવાર થાય
- ત્રણેય ડોક્ટરોના મશીન સીલ કરી કાર્યવાહી હાથ ધરી હતી
કાલોલ તાલુકાના વેજલપુર ખાતે આવેલા અમુક દવાખાનામાં સ્ક્રીનીંગ (કાચમાં) જોવાની સગવડ છે એવા બોર્ડ લગાવી જુના સ્ક્રીનીંગ મશીનો દ્વારા દર્દીઓની તપાસ કરીને સારવાર થાય છે. જે આધારે કાલોલ તાલુકાના આરોગ્ય વિભાગના બ્લોક હેલ્થ ઓફીસર ડો. મિનેષ દોશીના નેતૃત્વમાં આરોગ્ય ટીમે વેજલપુરના પાંચ દવાખાનામાં તપાસ હાથ ધરી હતી. જેમાં ત્રણ દવાખાનામાં કોઈ પણ પ્રકારની માન્યતા પ્રાપ્ત જરૂરી ડીગ્રી કે સ્પેશીયાલીસ્ટ વિના સ્ક્રીનીંગ મશીન ચાલુ હાલતમાં મળતા આરોગ્ય વિભાગે ત્રણેય ડોક્ટરોના મશીન સીલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
જે અંગે કાલોલ તાલુકા હેલ્થ ઓફીસર ડૉ. મિનેષ દોશીના જણાવ્યા અનુસાર વેજલપુરમાં શ્રીજી ક્લીનીક ચલાવતા ડૉ રાકેશ શાહ, શ્રી વલ્લભ ક્લીનીક ચલાવતા ડૉ આશિષ શાહ અને ઓમ હોમી ક્લીનીકના ડો. મયંક જોષીના દવાખાનામાંથી મળી આવેલા સ્ક્રીનીંગ મશીનો સીલ કરવામાં આવ્યા હોવાની પુષ્ટિ કરી હતી. આમ કાલોલ આરોગ્ય વિભાગની કાર્યવાહીને પગલે તાલુકા વિસ્તારમાં માન્યતા પ્રાપ્ત ડીગ્રી અને સ્પેશીયાલીસ્ટ વગર દર્દીઓને સ્ક્રીનીંગ મશીનથી સારવાર કરતા અન્ય ડોક્ટરોમાં ફ્ફ્ડાટ ફેલાયો છે.


