- ખેતરોમાં મકાઇ, ઘઉં, ચણાનો પાક તૈયાર હોય
- વાદળોના કારણે સવારે વાતાવરણમાં ઠંડક વધી
- વિવિધ પાકની કાપણી કરવામાં આવી રહી છે
મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો આકાશમાં કાળા ડિબાગવાદળો સાથે અંધકારમય દ્રશ્યો જોવા મળ્યા હતાં. જેના પગલે ખેડૂતો ચિંતિત બન્યા હતા. તો વાદળોને કારણે વાતાવરણમાં ઠંડક વધી હતી.
ખેડૂતે પોતાના મોંઘા ભાવના બિયારણો મકાઈ, ઘઉં, ચણા જેવા પાકની ખેતી કરી હોય પરંતુ પોતાનો પાક ખેતરે પાકી ને તૈયાર થયો તેની સાથે વિવિધ પાકની કાપણી કરવામાં આવી રહી છે. હાલમાં ત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ખેડૂતનો જીવ પડીકે બંધાય તેવી પરિસ્થિતિ મહીસાગર જિલ્લામાં જોવા મળી હતી. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડે તેવી ખેડૂતોમાં ચિતા હતી. જો વાદળછાય વાતાવરણના લીધે કમોસમી વરસાદ શરૂ થાય તો ખેડૂતોના ખેતરમાં મકાઈ, ઘઉં, ચણા સહિતના પાકની કાપણી કરી હોય ત્યારે આ પાકને મોટું નુકસાન થવાની ભીતી સેવાતી હતી.


