- ચામડીના રોગ માટે કેસુડો ઘણો ફાયદાકારક હોવાની માન્યતા
- સંખેડા તાલુકામાં સોળે કળાએ કેશુડો ખીલી ઉઠયો છે.
- ફગણ માસમાં આવતા તહેવારોની પણ યાદો તાજા થઈ રહી છે
સંખેડા તાલુકામાં અનેક જગ્યાએ કેશુડાના વૃક્ષ જોવા મળી રહ્યા છે કેશુડો સોળેકળાએ ખીલી ઉઠેલાં આ કેશુડાના ફૂલ પ્રકૃતિની શોભામાં વધારો કરી રહ્યા છે. આયુર્વેદમાં કેશુડાના ફૂલોના ઉપયોગ ખૂબ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. ફગણ પૂર્વે સંખેડા તાલુકામાં અનેક જગ્યાએ ગૌચર અને પડતર જગ્યાઓમાં તેમજ ખેતરોના શેડા સહિત જાહેર માર્ગો અને જંગલોમાં હાલમાં સોળેકળાએ ખીલી ઉઠેલાં નયનરમ્ય કેશુડાના ફૂલો જોવા મળી રહ્યા છે, કેશુડાના ખીલી ઉઠેલા ફૂલોથી અદભુત કુદરતી દ્રશ્યોનો નજારો નિહાળવાનો લાહવો લોકોને મળી રહ્યો છે. ખીલી ઉઠેલા કેશુડાના ફૂલો ફગણ માસની યાદ અપાવે છે, ફગણ માસ શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે,ત્યારે ફગણ માસમાં આવતા તહેવારોની પણ યાદો તાજા થઈ રહી છે.આ માસમાં આવતા હોળી-ધુળેટીના તહેવારો લોકો ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે,એક સમયે બજારમાં કેમિકલ યુક્ત રંગો ઉપલબ્ધ ન હતા ત્યારે કેશુડાના ફૂલોમાંથી બનાવેલા રંગથી ધૂળેટીના તહેવારની ઉજવણી કરવામાં આવતી હતી. જેના કારણે ચામડીને કોઈ આડઅસરો થતી ન હતી અને ચામડીના રોગ માટે કેશુડો ખૂબ ફયદાકારક હોવાનું માનવામા આવે છે.કેશુડાના ફૂલોથી થતા ફયદા ઉપરાંત કેમિકલ રંગોથી થતા નુકસાન અંગે જનજાગૃતિ લાવવા માટે હવે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે કેશુડાના ફૂલોને પાણીમાં પલાળીને સ્નાન કરવાથી ગરમીથી રાહત મળે છે. ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ કેશુડાના ફૂલોને ગરમ કરેલા પાણીથી બાળકો સહિતે સ્નાન કરવાની પરંપરા જાળવી રાખી છે.


