યુનિવર્સિટી પોલીસ વિરૂધ્ધ મોરચો માંડતા ધારાશાસ્ત્રીઓ
પોલીસ મથકમાં એડવોકેટ રવિ વાઘેલા વિરૂધ્ધ ફરિયાદ નોંધી અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હોવાના આક્ષેપ
ઉચ્ચસ્તરીય તપાસની પોલીસ કમિશનર સમક્ષ માંગ કરતું બાર એસો.
અગ્ર ગુજરાત, રાજકોટ
એડવોકેટ રવિ વાઘેલા વિરૂધ્ધ યુનિવર્સિટીમાં ખોટી ફરિયાદ નોંધી અને પોલીસ સ્ટાફ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે રાજકોટ બાર એસોસિએશન દ્વારા સીપી કચેરીમાં મોરચો માંડવામાં આવ્યો હતો પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
રજુઆતમાં જણાવ્યું હતું કે એડવોકેટ રવિ વાઘેલા સામે થયેલ ખોટી ફરિયાદની તટસ્થ તપાસ થવા તથા તેને માર મારનર પીએસઆઇ અને કોન્સ્ટેબલ ડી-સ્ટાફના રૂમમાં લઈ જઈ ઢોર મારે મારેલ તે સંબંધેની આ પીએસઆઇ તથા તેને માર મારનાર કોન્સ્ટેબલ સામે ફરિયાદ દાખલ કરવા તેમજ લેડીસ કોન્સ્ટેબલ જેને લીલા કલરનું ટીશર્ટ પહેર્યું છે તે મહિલા તેને બેફામ વાણી વર્તન કરી અને વકીલને કહેલ કે આ પોલીસ સ્ટેશન છે અમારા પોલીસ સ્ટેશનમાં વકીલોએ આવવું નહીં અને ઉગ્ર બોલાચાલી કરેલ હતી.
આ ઉગ્ર બોલચાલી કરનાર લીલા ટીશર્ટ વાળી મહિલા કોન્સ્ટેબલ તથા અન્ય પોલીસ આવી જતા પીએસઆઇ અને ચારથી પાંચ વ્યક્તિએ જેને રવિ વાઘેલાને ઓળખી જાય તેઓએ ઢોરમાર મારતા તેની સામે ખોટો ગુનો દાખલ કરતા પોલીસના રાજકોટના બાર એસોસિએશનમાં ઘેરો પ્રત્યાઘાત પડેલ છે. પોલીસ જો વકીલ સાથે આવું કૃત્ય કરી શકે તો વિના કારણે પોતાની તાકાતનું પ્રદર્શન કરવા ગુનાહિત કૃત્ય કરે તો તેની સામે બાર એસોસિએશનનાઓ તમામની આ તમામ સામે તાત્કાલિક ગુનો દાખલ કરવા રજૂઆત છે.
બનાવનો દલીલ કરતો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે લીલા ટી-શર્ટમાં મહિલા કોન્સ્ટેબલ માથાકૂટ કરતી દેખાય છે તેમજ કાળા શર્ટ વાળો પોલીસ અને બંદૂક બાંધેલા ભાઈ ગુનો દાખલ કરવાની ચીફ કોર્ટ અને હાઇકોર્ટમાં જવાની ધમકી આપેલ છે અને કાર્યવાહી કરવાની ધમકી આપેલ છે અને હાઇકોર્ટમાં અરજી કરવાની ધમકી આપેલ છે આ તમામના સીસીટીવી ફૂટેજ આ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પોતાની તાકાતનું પ્રદર્શન કરતા નજરે પડેલ છે.
પોલીસ અને પ્રજા મિત્ર છે એવું વારંવાર ઉચ્ચ અધિકારી કહે છે તે માત્ર કાગળ ઉપર છે બનેલા બનાવની ગંભીરતા લઈ રાજકોટ બાર એસોસિએશન, હોદ્દેદારો, પી.આઈ દવેને રજૂઆત કરવા જતા પીઆઇ દવે તેનાથી વધારે આગળ વધી અને હોદ્દેદારોને કહેવા લાગેલ મને વકીલ ગમતા જ નથી, બે થી વધુ વકીલ આવે તે મને પસંદ નથી જ્યાં પૂછવું હોય ત્યાં પૂછી લ્યો. એ લેડી કોન્સ્ટેબલ મારુ સ્ટાફ છે અને 25 વર્ષના છે એ ગરમ થાય તમારે ન થવાય જ્યાં પૂછવું હોય ત્યાં પૂછી લેજો હું કોઈથી બિતો નથી. વધીને મારી બદલી થાય મારો નેચર આ જ છે એમાં કોઈ ફેર થવાનું નથી. તમારા બે વકીલોને ધંધે લગાડેલ છે તેની સાથે જે જે વકીલ આવશે તેને પણ અમારે ધંધે લગાડવાના છે આવું વાણી વર્તન પી. આઇ. દરજ્જાના વ્યક્તિ અશોભનીય વર્તન કરેલ છે. આ તમામ હકીકત ધ્યાને લઈ ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે તેવી અંતમાં પોલીસ કમિશનર સમક્ષ માંગણી કરવામાં આવી હતી.


