- શરણેશ્વર મહાદેવમાં 4 વર્ષથી વૈદિક પાઠશાળાનું સંચાલન
- પદવીદાન સમારોહમાં મીત પાઠકને પદવી એનાયત કરવામાં આવી હતી
- ભૂદેવો નિયમિત એક કલાક માટે આવી સંસ્કૃત વિદ્યા ધર્મનું જ્ઞાન મેળવે છે
છોટા કાશી ગણાતા હળવદ તાલુકાના ભૂદેવો સંસ્કૃત પાઠ શાળા તેમજ કર્મકાંડના વિવિધ વિષયોમાં આજે પણ અગ્રેસર રહ્યા છે ત્યારે રણકાંઠા ના કીડી ગામ ના એક યુવા ભૂદેવે વિશ્વની અગ્રેસર ગણાતી યુપી બનાશ હિન્દુ યુનિવર્સિટી માં સંસ્કૃત વિદ્યા ધર્મ ફેકલ્ટીના આચાર્ય કોર્ષમાં સમગ્ર યુનિવર્સિટી કક્ષાએ બીજો નંબર મેળવીને સમગ્ર બ્રહ્મ સમાજ હળવદ અને જિલ્લાનું નામ રોશન કર્યું છે.
હળવદ શહેરમાં આજે પણ વૈદિક સંસ્કૃતિ ના અંશ જીવંત જોવા મળી રહ્યા છે તાલુકા ના ખોબા જેવડા કીડી ગામના બિપીનચંદ્ર પાઠક અને રેખાબેન પાઠકના દીકરા મીત પાઠકે બનારસ હિંદુ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિદ્યા ધર્મ વિજ્ઞાન સંકાય ફેકલ્ટીમાં આચાર્યનો પોસ્ટ ગ્રેજ્યુએશનનો બે વર્ષનો કોર્ષ કર્યો હતો. જેમાં તેણે સમગ્ર યુનિવર્સિટીમાં બીજા નંબરે આચાર્યની માસ્ટર ડિગ્રી મેળવી છે. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં હિંદુ બનારસ યુનિવર્સિટીનો 103મો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં મીત પાઠકને પદવી એનાયત કરવામાં આવી હતી.
હળવદના સુપ્રસિદ્ધ શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે પાછલાં ચાર વર્ષ થી નિઃશુલ્ક વૈદિક પાઠશાળા ચાલી રહી છે જેમાં વિવિધ વેદ મંત્રો સહિત નું જ્ઞાન નિશુલ્ક આપવામાં આવે છે આ પાઠશાળામાં શહેરના ભૂદેવો નિયમિત એક કલાક માટે આવી સંસ્કૃત વિદ્યા ધર્મનું જ્ઞાન મેળવે છે. જેનું સંચાલન વૈભવભાઈ જોશી કરી રહ્યા છે.


