- સરપંચે ફાળો ન સ્વીકારી તા.પં.માં આપવા જણાવ્યું
- રસ્તા ઉપર પડેલા ખાડાઓ તથા ગટરોના ઢાંકણો રીપેર કરવા ફાળો ઉઘરાવાયો
- સમારકામ કરવા માટે ફળો આપવામાં આવ્યો હતો
ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના યુવાન નાગરિકો કરણસિંહ પરમાર રાજુભાઈ પટેલ ચંદુભાઈ વસાવા જયેશભાઈ સોલંકી મુકેશભાઈ સહિતના યુવાનો દ્વારા આજરોજ ગુરૂવારે ઝઘડિયા ગામમાં ફ્રી રોડ રસ્તાની ખરાબ હાલત જણાવી તેના સમારકામ માટે ફળો માંગ્યો હતો મોટાભાગના ગ્રામજનો દ્વારા યુવાનોને રસ્તાના ખાડા પૂરવા તથા ગટરના ઢાંકણાઓ સમારકામ કરવા માટે ફળો આપવામાં આવ્યો હતો.
આ ફળો લઇ યુવાનો ગ્રામ પંચાયતમાં સરપંચને ફળો આપવા માટે ગયા હતા પરંતુ સરપંચે તેમનો ફળો સ્વીકાર્યો ન હતો અને જણાવ્યું હતું કે તમે ઉઘરાવેલો ફળો તાલુકા પંચાયતમાં આપી આવો, ત્યારે આવા સામાન્ય કામ માટે પણ જો પંચાયત ના સત્તાધીશો દ્વારા યુવાનોલોક ફળો માંગવા મજબૂર થતા હોય તો ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપગ્રામ પંચાયતના વહીવટ સામે ઘણા પ્રશ્નો ઊભા થયા છે !


