- જ્ઞાન, રક્ષા શકિત શાળાઓની મુલાકાત લીધી
- હોસ્ટેલ્સ અને મેસ વગેરેની વૈવિધ્ય સમૃધ્ધ માહિતી મહેમાનોને મળી
- ઉદ્દેશ યુનિવર્સિટીની રક્ષાશકિત શાળાઓની શૈક્ષણિક કામગીરીનું નિરીક્ષણ કરવાનો
આફ્રિકા દેશોના 13થી વધુ શિક્ષણ મંત્રીઓએ વર્લ્ડ બેન્કના અધિકારીઓની એક ટીમ સાથે ગણપત યુનિવર્સિટી કેમ્પસની મુલાકાત લીધી હતી. મહેમાન મહાનુભાવોનો ઉદ્દેશ યુનિવર્સિટીની જ્ઞાનશકિત અને રક્ષાશકિત શાળાઓની શૈક્ષણિક કામગીરીનું નિરીક્ષણ કરવાનો હતો. ગણપત યુનિવર્સિટીની જ્ઞાનશકિત શાળા અને રક્ષાશકિત શાળાના આચાર્યોએ બન્ને શાળાઓની શિક્ષણનીતી વિશે અને અન્ય સુવિધાઓ વિશે પ્રેઝન્ટેશન પણ કર્યું હતું. જેના દ્વારા એકેડેમિક એઈમ, કલાસરૂમ્સ, લાઈબ્રેરી, વર્ચ્યુઅલ રીયાલિટી લેબ, વિવિધ રમત ગમતનાં મેદાનો, જિન્મેશિયમ, ઓલિમ્પિક કક્ષાનો સ્વીમીંગ પુલ, આર્ટસ એન્ડ મ્યુજિક કલાસ રૂમ, હોસ્ટેલ્સ અને મેસ વગેરેની વૈવિધ્ય સમૃધ્ધ માહિતી મહેમાનોને મળી હતી.વર્લ્ડ બેંકના સહયોગ અને પ્રોત્સાહન સાથે ગુજરાત સરકાર દ્વારા ચાલતા મહત્વાકાંક્ષી પ્રોજેકટ મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સના ભાગરૂપે ચાલતી ગણપત યુનિવર્સિટીની જ્ઞાનશકિત અને રક્ષાશકિત સ્કૂલો જેવી રાજયની બીજી સ્કૂલોની પણ વર્લ્ડ બેન્કના પ્રતિનિધિઓએ પણ લીધી હતી.


