- અર્ધાગિનીએ પાળ્યું સાતમું વચન, અકસ્માતમાં ઈજા થઈ હતી
- બનાસકાંઠાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પ્રસરી 144મા અંગદાનની મહેક
- પ્રાથમિક સારવાર અર્થે તેઓને ગાંધીધામ લઈ જવામાં આવ્યા
બનાસકાંઠાનાં કાકંરેજ તાલુકાના રેનવા ગામના રહેવાસી અને ગાંધીધામ, કચ્છ માં કામ અર્થે રહેતા રમેશભાઇ શ્રીમાળીન ગાંધીધામ ખાતે બાઇક સ્લીપ થઇ જતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી.પરિણામે પ્રાથમિક સારવાર અર્થે તેઓને ગાંધીધામ લઈ જવામાં આવ્યા.ઇજાઓ અત્યંત ગંભીર જણાતા સઘન સારવાર માટે તઓને 19 ફેબ્રુરીઆરીએ અમદાવાદ સિવિલ હોસ્પિટ લાવવામાં આવ્યા.સારવાર દરમિયાન તબીબીએ 20 ફેબ્રુરીઆરીના રોજ તેઓને બ્રેઇન ડેડ જાહેર કર્યા .બ્રેઇનડેડ જાહેર કરાયા બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાન સાથે સંકળાયેલા ડોકટર્સની દ્રારા રમેશભાઇના પરિવારજનો અને ધર્મ પત્નિ ભારતી બહેનને સમજાવવામાં આવ્યા.મારા પતિ હવે દુનિયામાં નથી પરંતુ તઓના અંગોના દાન થકીજો કોઇ જરૂરિયાતમંદને નવજીવન મળતું હોય,તેના જીવનાનં ખુશહાલી આવતી હોય તો જરૂરથી આ યોગદાન પવિત્ર નિર્ણય હું કરીશ.આ ઉમદા ભાવના સાથે ભારતી બહેને અંગદાનનો હ્રદયસ્પર્શી નિર્ણય કર્યો.અંગદાનના નિર્ણય બાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ અંગેના રીટ્રાઇવલની પ્રક્રિયા હાથ ધરી.સમગ્ર પ્રક્રિયાના અંતે ર્હદય,બે કીડની અને લીવરનું દાન મેળવવામાં સફળતા મળી હતી.


