- વડાપ્રધાન 750 બેડની જનાના હોસ્પિટલનું લોકાર્પણ કરશે
- રાજકોટ એસટી ડિવિઝન દ્વારા 200 એસટી બસ ફાળવવામાં આવી
- રાજકોટ સુરેન્દ્રનગર વચ્ચે ડબલ રેલવેના ટ્રેકનું લોકાર્પણ કરવામાં આવશે
રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. જેમાં 25 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ આવશે. ત્યારે PMના કાર્યક્રમ અંતર્ગત એસટી બસો ફાળવાઇ છે.
રાજકોટ એસટી ડિવિઝન દ્વારા 200 એસટી બસ ફાળવવામાં આવશે
રાજકોટ એસટી ડિવિઝન દ્વારા 200 એસટી બસ ફાળવવામાં આવશે. જે ગ્રામ્ય વિસ્તારમાં એક જ એસટી બસ જતી હશે તેવા ગ્રામ્ય વિસ્તારમાં રૂટ કપાશે નહિ. જ્યાં વધુ બસ મળતી હશે એવા જ રૂટ ઉપર બસ કંટ્રોલ કરવામાં આવશે. તેમજ રાજકોટ શહેરને ત્રણ હજાર બસો કરોડથી વધુના કામના પ્રોજેક્ટની ભેટ મળવાની છે. તેમજ રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક હજાર એકસો પંચાણું કરોડના ખર્ચે બનેલી એમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કરશે.
વડાપ્રધાન 750 બેડની જનાના હોસ્પિટલનું લોકાર્પણ કરશે
વડાપ્રધાન સિવિલ હોસ્પિટલ ચોકમાં એકસો વીસ કરોડના ખર્ચે 750 બેડની જનાના હોસ્પિટલનું લોકાર્પણ કરશે. તેમજ રાજકોટ સુરેન્દ્રનગર વચ્ચે ડબલ રેલવેના ટ્રેકનું લોકાર્પણ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટમાં સૌપ્રથમ એમ્સ હોસ્પિટલની મુલાકાત લેશે. ત્યારબાદ વડાપ્રધાન જુના એરપોર્ટથી રેસકોર્ષ સુધી રોડ-શો કરશે. રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એઈમ્સ અને ઝનાના હોસ્પિટલની સાથોસાથ સૌરાષ્ટ્ર ગુજરાતનાં 14 હજાર કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરનાર છે. જેમાં રેલવે, પાણી પુરવઠા, માર્ગ-મકાન, આરોગ્ય સહિતના 23 પ્રોજેકટોનું લોકાર્પણ કરી પ્રજાને સમર્પિત કરનાર છે. તેની સાથોસાથ અન્ય 23 વિકાસ પ્રોજેકટોનું ખાતમુહૂત-ભૂમિપૂજન પણ કરી શકે છે.


