- મૂર્તઝા નામના યુવકે ઓમાનના મધદરિયે ડિલિવરી આપી
- ATS, NDPS,SOG, LCB સહિત એજન્સીઓ દ્વારા તપાસ
- જોડિયાનો ઈશાક નામનો શખ્સ લોકેશન મોકલી સૂચના આપતો
વેરાવળના દરિયમાંથી ઝડપાયેલા રાજ્યમાં સૌથી મોટા રૂ.350 કરોડના ડ્રગ્સના જથ્થા મુદ્દે વિવિધ ખુલાસા સામે આવી રહ્યા છે. આ વચ્ચે ડ્રગ્સનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોના દ્વારા મંગાવવામાં આવ્યો આ મામલે વિવિધ એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
આ વચ્ચે સૌથી મહત્વનો ખુલાસો થયો છે, જેમાં સામે આવ્યું કે, ઝડપાયેલા ડ્રગ્સના જથ્થાનો ઓમાનના મધદરિયે ડિલિવરી આપવાની હતી. જેના માટે મૂર્તઝા નામના યુવકે ઓમાનના મધદરિયે ડિલિવરી આપી હતી. જે પછી આગળ તેને લઈ જવામાં આવ્યો હતો. આ માટે લોક્લ લોકોની પણ મદદ લેવામાં આવી હતી.
હાલમાં વેરાવળથી ઝડપાયેલા રૂ.350 કરોડથી વધુના ડ્રગ્સ મામલે ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં ખુલાસો થઈ રહ્યો છે. આ માટે ATS, NDPS,SOG, LCB સહિત એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જેમાં જોડિયાનો ઈશાક નામનો શખ્સ લોકેશન મોકલી સૂચના આપતો હોવાની વાત સામે આવી છે. જે દક્ષિણ આફ્રિકામાં બેઠા બેઠા ઈશાક લોકેશન મોકલતો હતો.
એટલું જ નહીં ઈશાક નામનો કુખ્યાત શખ્સ મોરબી ડ્રગ્સ કેસમાં ફરાર હોવાની વિગતો સામે આવી છે. જ્યારે પકડાયેલ ડ્રગ્સ મોર્ફિંન, હેટોઇન અને કોકેઇન ડ્રગ્સનો જથ્થો છે. જેના માટે આરોપી ટંડેલ, ડિલિવરી લેવા આવનાર વ્યક્તિ સહિત તમામ આરોપીના 14 દિવસના રિમાન્ડ ની માંગ કરાશે. જે સાથે જ તમામ લોકો કેવી રીતે ક્નેક્ટ થયા તેના અંગે પણ તપાસ કરવામાં આવી શકે છે.


