- આવતીકાલે PM મોદી કરશે સુદર્શન બ્રિજનું ઉદ્ધાટન
- ઓખા – બેટ દ્વારકામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
- ફેરીબોટ બંધ રાખવા મેરીટાઇમ બોર્ડ દ્વારા નિર્ણય લેવાયો
આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકામાં સુદર્શન સેતુનું લોકાર્પણ કરવા આવી રહ્યા હોય ત્યારે સુરક્ષાને અનુસંધાને ઓખાથી બેટ દ્વારકા ચાલતી ફેરીબોટ સેવા આજ તારીખ 24 તથા આવતીકાલ તારીખ 25ના બપોર સુધી બંધ કરવામાં આવી છે. આ દરમિયાન વડાપ્રધાન મોદી દ્વારકામાં સ્કુબા ડ્રાઈવ કરી શકે છે. જેના માટે પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
વડાપ્રધાન મોદી 25 ફેબ્રુઆરીના રોજ ભારતના ઐતિહાસિક સુદર્શન સેતુનું લોકાર્પણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવા આવી રહ્યા છે, ત્યારે દ્વારકા તથા બેટ દ્વારકાવાસીઓમાં હરખની હેલી જોવા મળી રહી છે. આ દરમિયાન વડાપ્રધાન મોદી દ્વારકામાં સ્કુબા દ્વારા પૌરાણીક અવશેષો નિહાળે તેવી સંભાવના રહેલી છે.
આ માટે દ્વારકાના પંચકુઇ બિચ વિસ્તારમાં તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી સંગમ નારાયણ મંદિર નજીક દરિયામા નેવી દ્વારા સ્કુબા ડ્રાઇવ ચાલુ છે જેની પણ સુરક્ષા અંગે તપાસ કરવામાં આવી રહ્યું છે.
આ તરફ ઓખા – બેટ દ્વારકામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. તેમજ ફેરીબોટ બંધ રાખવા મેરીટાઇમ બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જેના સાથે જ 25 ફેબ્રુઆરીના બપોર પછી ફેરીબોટ સેવા રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં આવશે. બોટમાં આવતા યાત્રિકોને તકલીફો વેઠવી પડતી હતી, જ્યારે હવે આ બ્રિજ બનતા બેટ દ્વારકાની યાત્રા વધુ સરળ બનશે.

દ્વારકાના ગોમતી કાંઠે રાજકીય આગેવાનોએ ગઈકાલે ગોમતી માતાની આરતી ઉતારી હતી તથા સુંદર વોટર પ્રોજેક્શન લાઇટ એન્ડ સાઉન્ડ શો માણ્યો હતો. તેમજ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી પ્રાર્થના કરી હતી. વારદાર પૂજારી દ્વારા શાસ્ત્રોક વિધિ દ્વારા કાળિયા ઠાકોરના ચરણ પાદુકાનૂં પૂજન પણ કરાવ્યું હતું.


