- ખેડા જિલ્લામાં ખાખી વર્દી પર દાગ
- દારૂની મહેફિલ વચ્ચે કોઈ બાબતને લઈ 3 PIની બબાલ
- ડીવાયએસપી સમગ્ર મામલે કરી રહ્યા છે તપાસ
કડક દારૂબંધીના દાવાઓ વચ્ચે રાજ્યમાં હવે પોલીસકર્મીઓના જ દારૂ પાર્ટીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તાજેતરમાં અમદાવાદમાં દારૂ પીને કારમાં આરામ કરતા પોલીસકર્મીની ઘટના સામે આવી હતી. ત્યારે હવે ખેડા જિલ્લામાં 3 PIનો દારૂ પાર્ટીનો વીડિયો વાઈરલ થતા ખળભળાટ મચી ગયો છે. વીડિયોમાં દારૂ પાર્ટી દરમિયાન પોલીસકર્મીઓ એકબીજા સાથે કોઈ બાબતે વિવાદ થતા મારામારી કરતા દેખાય છે.તો સમગ્ર ઘટનાને લઈ પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયાએ 3 PIને સસ્પેન્ડ કરી,ડીવાયએસપીને સોંપી તપાસ.
PI વચ્ચે મારામારી
ત્રણ પોલીસ ઈન્સ્પેક્ટરોની વચ્ચે દારૂની મહેફિલ દરમિયાન કોઈ બાબતને લઈને બબાલ થતા મારામારી કરી રહ્યા હતા તેઓ વીડિયો વાયરલ થતા ઉચ્ચકક્ષાના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા,વીડિયોમાં લીવ રિઝર્વમાં મુકાયેલા પોલીસ ઇન્સ્પેક્ટર હરપાલ બી.ચૌહાણ તથા યશવંત આર.ચૌહાણ તેમજ પવિત્રધામ વડતાલ પોલીસ મથકના અને નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના ચાર્જ ધરાવતા પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.પરમાર દેખાઈ રહ્યા હતા. વીડિયો વાયરલ થયા બાદ ત્રણેય પોલીસકર્મીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.અને જીલ્લા પોલીસ અધિક્ષકે ત્રણેયને સસ્પેન્ડ કર્યા છે.
SPએ આપ્યા તપાસના આદેશ
વીડિયો સામે આવ્યા બાદ ખેડા SPએ ત્રણેય પોલીસકર્મીઓની વધુ તપાસ હાથધરી છે. સાથે જ ડીવાયએસપીને આ અંગે તપાસ સોંપી છે. વીડિયો થોડા દિવસ અગાઉનો હોવાનું કહેવાય છે, જોકે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ લોકોએ પણ પોલીસ સામે રોષ દાખવ્યો હતો.


