- બેટ દ્વારકામાં દ્વારકાધીશ મંદિરમા દર્શન અને પૂજા કરશે PM
- PM દ્વારકા અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુને ખુલ્લો મૂકશે
- બપોરે 1 કલાકે PM દ્વારકામાં જનસભાને સંબોધન કરશે
PM નરેન્દ્ર મોદી બેટ દ્વારકા પહોંચ્યા છે. જેમાં PM નરેન્દ્ર મોદી આજે દ્વારકા, રાજકોટના પ્રવાસે છે. તેમાં દેશને 48 હજાર કરોડના 143 વિકાસકાર્યોની ભેટ મળશે. તથા બેટ દ્વારકામાં દ્વારકાધીશ મંદિરમાં દર્શન અને પૂજા કર્યા છે.
મહાનુભાવોએ વડાપ્રધાનનું ઉષ્માસભર સ્વાગત કર્યું
બેટ દ્વારકા ખાતે સુદર્શન બ્રિજના લોકાર્પણ પ્રસંગે પધારેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બેટ દ્વારકા હેલિપેડ ખાતે ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બેટ-દ્વારકા હેલિપેડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરા, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, સાંસદ સી.આર.પાટીલ, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય પબુભા માણેક, મુખ્ય સચિવ રાજકુમાર, રીઅલ એડમિરલ અનિલ જગ્ગી, ડીજીપી વિકાસ સહાય, પ્રભારી સચિવ મુકેશ પંડ્યા, અગ્રણી મયુર ગઢવી, ઉષાબેન ગોહિલ,દિલીપ કોટેચા સહિત મહાનુભાવોએ વડાપ્રધાનનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.

બપોરે 1 કલાકે PM દ્વારકામાં જનસભાને સંબોધન કરશે
PM દ્વારકા અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુને ખુલ્લો મૂકશે. તેમાં દેશનો સૌથી લાંબો કેબલ બ્રિજ સુદર્શન સેતુ છે. PM મોદી દ્વારકામાં 4 હજાર કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. તથા 9.30 કલાકે PM મોદી દ્વારકાધીશ મંદિર ખાતે પહોંચશે. સવારે 9.30 થી 12.45 વાગ્યા સુધીનો PMનો રિઝર્વ સમય રહેશે. જેમાં PM મોદી ભાજપના નેતા, મંત્રીઓ સાથે બેઠક કરી શકે છે. બપોરે 1 કલાકે PM દ્વારકામાં જનસભાને સંબોધન કરશે.
PM મોદી રાજકોટ એઇમ્સનું લોકાર્પણ કરશે
બપોરે 2.15 કલાકે PM દ્વારકાથી રાજકોટ આવવા માટે રવાના થશે. તેમજ જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધી PM મોદીનો રોડ શો છે. જેમાં દેશને 48 હજાર કરોડના 132થી વધુ વિકાસકાર્યોની ભેટ મળશે. તેમાં PM મોદી રાજકોટ એઇમ્સનું લોકાર્પણ કરશે.


