- સૌરાષ્ટ્ર માટે આજનો દિવસ ઐતિહાસિક
- PM AIIMS હોસ્પિટલનું કર્યુ લોકાર્પણ
- કરોડોના વિકાસ કામોનું લોકાર્પણ અને રાજકોટને મળશે મોટી ભેટ
PM નરેન્દ્ર મોદી રાજકોટની મુલાકાતે છે. રાજકોટ સહિત સમગ્ર ગુજરાત માટે 48,000 કરોડના વિકાસકામોની ભેટ આપવાના છે. જેમાં 10 પાવર પ્રોજેક્ટ, મુંદ્રાથી પાણીપત સુધી ક્રૂડ ઓઇલની પાઇપલાઇન, સિક્સલેન હાઇવે સહિતના 25,500 કરોડથી વધુ પ્રોજેક્ટોના ખાતમુહૂર્તો અને 5 AIIMS,ભાવનગરમાં બે હાઇવે, ખાવડા પીએસ ખાતે 3 ગીગાવોટ રિન્યૂએબલ એનર્જી ઇન્જેક્શનના ઇવેક્યુએશન માટેની ટ્રાન્સમિશન સ્કિમ, આરોગ્યલક્ષી વિવિધ પ્રોજેક્ટો સહિત રૂપિયા 22,500 કરોડ પ્રોજેક્ટના લોકાર્પણનો સમાવેશ થાય છે.PM મોદીએ ગુજરાતની પ્રથમ AIIMS હોસ્પિટલનું લોકાર્પણ કર્યુ અને ત્યારબાદ તેઓએ રાજકોટના જૂના એરપોર્ટથી રેસકોર્સ મેદાન પર સભા સ્થળ સુધી રોડ શો કર્યો.
રોડ શોની શરૂઆત
PM નરેન્દ્ર મોદી જુના એરપોર્ટ પર પહોંચ્યા,ત્યાંથી રોડ શોની શરૂઆત કરી હતી,બીજી તરફ શહેરીજનો દ્વારા ઉષ્માભેર PMનું સ્વાગત કરાયું હતું,મોટી સંખ્યામાં લોકો PMને આવકારવા પહોંચ્યા હતા,
PM મોદી એ સ્વીકારી દાઉદી વિપ્ર સમાજની શાલ
PM મોદીને સાંભળવા સાધુ સમાજ એકત્ર થયો
રાજકોટમાં PM મોદીના આગમન પૂર્વે કચ્છની કોયલ ગીતા રબારીએ દર્શકોને લોકગીતોથી તરબોળ કર્યા. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ સહિતના ગીતોથી રંગત જમાવી છે. PM મોદીના સભા સ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. ત્યારે PM મોદીને સાંભળવા માટે સાધુ સમાજ પણ એકત્ર થયો છે.
વિવિધ ખાતમૂહર્ત
રાજકોટ સહિત દેશની પાંચ AIIMSનું લોકાર્પણ કર્યું. AIIMSનો કાર્યક્રમ પૂરો કર્યા બાદ PM મોદી હેલિકોપ્ટર મારફત જૂના એરપોર્ટ ખાતે પહોંચી અને ત્યાંથી રેસકોર્સ સુધીનો 800 મીટરનો રોડ-શો યોજશે. ત્યારબાદ લોકોની વચ્ચેથી સભા સ્થળે પ્રવેશ લઇ રાજકોટ શહેર-જિલ્લાના 3291 કરોડ સહિત રાજ્યના 48,000 કરોડના વિકાસકામોનું વર્ચ્યુઅલી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.રાજકોટ સાથે PM મોદીને અનેરો નાતો છે. PM મોદીએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત રાજકોટથી કરી હતી. આજથી 22 વર્ષ પૂર્વે 24-02-2002ના રોજ રાજકોટ પશ્ચિમ બેઠક પરથી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા.
7મી વખત ગુજરાતના પ્રવાસે PM મોદી
30-08-2016: સૌની યોજના લોકાર્પણ.
2017: રાજકોટ નાનમવા રોડ પર વિધાનસભા ચૂંટણી પૂર્વે જાહેરસભા
30-09-2018: મહાત્મા ગાંધી મ્યુઝિયમ લોકાર્પણ
19-10-2022: રાજકોટમાં એક સાથે ત્રણ ફ્લાય ઓવરબ્રિજનું લોકાર્પણ
28-11-2022: વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજકોટના તમામ ઉમેદવારની સાથે જાહેરસભા
27-07-2023: રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ લોકાર્પણ કાર્યક્રમ
25-02-2024: રાજકોટ AIIMS સહિત 48,000 કરોડ કિંમતના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
પોલીસ કર્મચારીઓ સુરક્ષામાં જોડાશે
PMની સુરક્ષામાં કુલ 3992 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ખડેપગે રહેશે. જેમાં પોલીસ કમિશનર, અને એડિશનલ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં 13 જેટલા SP, 24 જેટલા DYSP, 64 PI, 218 જેટલા PSI, 2450 પોલીસ જવાન, 170થી વધુ મહિલા પોલીસ, 76 SRP જવાન, 554 જેટલા હોમગાર્ડ અને 591 જેટલા ટ્રાફિક વોર્ડન ફરજ બજાવશે.
રાજકોટ AIIMS
PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં જેમનો સમાવેશ થાય તેવી ગુજરાતની પ્રથમ AIIMS રાજકોટમાં આકાર લઇ રહી છે. જેમાં હાલ OPD સેવા છેલ્લા બે વર્ષથી કાર્યરત છે અને હવે IPD સેવા પણ આગામી માર્ચ મહિનાથી શરૂ થવા જઇ રહી છે. આજે PM મોદી એઇમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કરવાના છે. ઉલ્લેખનીય છે કે, એઇમ્સમાં હાલ 250 બેડની IPD સુવિધા તૈયાર છે. જે શરૂ થતાની સાથે-સાથે દર્દીઓને સારામાં સારી સારવાર આધુનિક મશીનરી ઉપયોગ સાથે આપવામાં આવશે.
190 ડોક્ટર્સ અને 318 નર્સિંગ સ્ટાફ
રાજકોટ AIIMS તેમજ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આજના લોકાર્પણ પછી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના દર્દીઓને OPD બાદ IPD સારવાર પણ રાજકોટ AIIMS ખાતે મળી રહેશે. જેમાં 190 ડોક્ટર્સ અને 318 નર્સિંગ સ્ટાફ્સ દર્દીઓની સેવા અને સારવારમાં હાજર તૈનાત રહેશે.
કાર્યરત એમ્બ્યુલન્સમાં વધારો કરાશે
250 બેડની IPDનું લોકાર્પણ થશે, જેમાં 25 બેડ ICU વાળા રાખવામાં આવશે. જ્યારે હાર્ટ એટેક, અકસ્માત, સહિત ઇમરજન્સી કિસ્સામાં ડોક્ટરોની ટીમ હાજર રહેશે. હાલમાં 2 એમ્બ્યુલન્સ પણ કાર્યરત કરવામાં આવશે, જે ભવિષ્યમાં 5થી વધુ કરી દેવામાં આવશે. આ ઉપરાંત રાજકોટ એઇમ્સ ફૂલ ફલેઝમાં શરૂ થતા સાથે આગામી સમયમાં દર્દીઓને અલગ-અલગ 23 પ્રકારની સારવાર પણ મળી રહેશે.


