- એરપોર્ટ પર અમિત શાહનું કરાયુ સ્વાગત
- દમણના માર્ગો જયશ્રી રામના નારાથી ગુંજી ઉઠયા
- મુખ્ય માર્ગો પર અમિત શાહનુ કરાયું સ્વાગત
કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક પ્રફુલ પટેલ દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનું સંઘ પ્રદેશ દમણમાં.સ્વાગત કરવામાં આવ્યું હતું. દમણ એરપોર્ટથી મોટી દમણ પોર્ટ અને દમણના મુખ્ય માર્ગો ઉપર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દમણ ભાજપ દ્વારા સમગ્ર મુખ્ય માર્ગ ઉપર ભાજપના કાર્યકરોએ ભારત માતા કી જય અને જય શ્રી રામના ગગન ચુંભી નારા સાથે દમણના મુખ્ય માર્ગો ઉપર ઠેરઠેર અમિત શાહનું દમણમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.
ઠેર-ઠેર કરાયુ સ્વાગત
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણની 2 દિવસીય મુલાકાતે છે. આ ક્રમમાં આજે સાંજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દમણ એરપોર્ટ ઉપર આવી પહોંચ્યા હતા. દમણ એરપોર્ટ ઉપર કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલ દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને ફૂલની ટોપલી આપીને ઉષ્માભર્યું સ્વાગત કર્યુ હતું.દમણના વિકાસના થયેલા કામો માટે સંઘ પ્રદેશ દમણના સ્થાનિક લોકો કેન્દ્રીય ગૃહ મંત્રીનો આભાર વ્યક્ત કરતા દમણ એરપોર્ટ ઉપરથી પોર્ટ સુધીના રોડ ઉપર ઠેરઠેર ઉભા રહીને ભારત માતા કી જય અને જય શ્રી રામના નારા લગાવી સમગ્ર રોડ શોમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રીએ દમણના લોકોનું અભિવાનાદ સ્વીકાર્યું હતું.
શું છે કાર્યક્રમ
અમિત શાહ મોટી દમણમાં સંસ્ક્રુતિક કાર્યક્રમમાં હાજર રહેશે,તો આવતીકાલે ગૃહ મંત્રાલયની સલાહકાર સમિતિની બેઠકમાં તેઓ ભાગ લેશે. તથા સાંજે દમણ એરપોર્ટથી સિલવાસના સાયલી ખાતે એક જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે.


