- પીએમ મોદી દેશવાસીઓને આપશે કરોડોની ભેટ
- પીએમ મોદીએ ટ્વિટ કરીને આપી આ માહિતી
- ટ્વિટ કરતા કહ્યુ આજે રેલવે માટે ઐતિહાસિક દિવસ
પીએમ મોદી એક એકબાદ વિકાસના કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરી રહ્યા છે. ગઇ કાલે તેઓએ ગુજરાતમાં વિકાસના કાર્યોની ભેટ આપી. ત્યારે હવે આજે તેઓ દેશને કરોડોની ભેટ આપવા જઇ રહ્યા છે. આ અંગે તેમણે ટ્વિટર પર માહિતી શેર કરી છે.
દેશને મળશે કરોડોની ભેટ
પીએમ મોદીએ ટ્વિટ કરતા જણાવ્યું હતું કે આજનો દિવસ રેલવે માટે ઐતિહાસિક દિવસ છે. . તેમણે કહ્યું કે આજે બપોરે 12:30 વાગ્યે દેશને હજારો કરોડ રૂપિયાની ભેટ મળશે, જેમાં અનેક રેલવે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ સામેલ છે.
553 રેલવે સ્ટેસનનો પુર્ન વિકાસ
પીએમ મોદી આજે બપોરે 12.30 કલારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી 41,000 કરોડ રૂપિયાથી વધુની કિંમતના લગભગ બે હજાર રેલવે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરીને રાષ્ટ્રને સમર્પિત કરશે. પીએમ મોદી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 553 રેલવે સ્ટેશનોના પુનઃવિકાસ માટે શિલાન્યાસ કરશે.
મુસાફરોને આધુનિક સુવિધાઓ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 533 રેલવે સ્ટેશન પસંદ કરવામાં આવ્યા છે. સ્ટેશનોને 19,000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે રિડેવલપ કરવામાં આવશે. સ્ટેશનો પર મુસાફરોને આધુનિક સુવિધાઓ આપવામાં આવશે. જેમાં સુંદર લેન્ડસ્કેપિંગ, ઇન્ટર મોડલ કનેક્ટિવિટી, સુધારેલ આધુનિક અગ્રભાગ, બાળકોના રમત ક્ષેત્ર, ફૂડ કોર્ટ વગેરેનો સમાવેશ થાય છે. સ્ટેશનની ઇમારતોની ડિઝાઇન સ્થાનિક સંસ્કૃતિ, વારસો અને સ્થાપત્યથી પ્રેરિત હશે.


