- કોંગ્રેસના ધમભાઇ પટેલ ભાજપમાં જોડાશે
- દક્ષિણ ગુજરાત AAPમાં મોટુ ભંગાણ પડશે
- કોંગ્રેસના યુવા મોરચાના કરણસિંહ તોમર ભાજપમાં આવશે
ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ગુજરાત કોંગ્રેસ-AAPમાં મોટુ ભંગાણ પડશે. તેમાં આવતીકાલે 10 હજાર જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાશે. કોંગ્રેસના ધમભાઇ પટેલ ભાજપમાં જોડાશે. જેમાં 2022માં અમરાઇવાડી વિધાનસભાથી ચૂંટણી લડ્યા હતા.
કોંગ્રેસના યુવા મોરચાના કરણસિંહ તોમર ભાજપમાં જોડાશે
કોંગ્રેસના યુવા મોરચાના કરણસિંહ તોમર ભાજપમાં જોડાશે. તેમજ દક્ષિણ ગુજરાત AAPમાં મોટુ ભંગાણ પડશે. જેમાં તાપી જિલ્લા AAP પ્રમુખ મહેન્દ્ર ગામીત ભાજપમાં જોડાશે. ડાંગ જિલ્લા AAP પ્રમુખ સાગર વસાવા ભાજપમાં જોડાશે. તેમજ ડાંગના AAPના ઉમેદવાર સુનીલ ગામીત ભાજપમાં જોડાશે. વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાત બાદ અને રાહુલ ગાંધીની યાત્રા પહેલા કોંગ્રેસ – આપમાં મોટું ભંગાણ થશે. જેમાં આવતીકાલે 10 હજાર જેટલા કાર્યકર્તા નેતાઓ બીજેપીમાં જોડાશે.
મોરબી જિલ્લા કોંગ્રેસમા ભંગાણની સ્થિતિ સર્જાઈ
મોરબી જિલ્લા કોંગ્રેસમા ભંગાણની સ્થિતિ સર્જાઈ રહી છે. તાજેતરમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે કિશોર ચીખલીયાના નામની જાહેરાત થયા બાદ પ્રમુખ તરીકે કાર્યરત જયંતી પટેલે રાજીનામું આપ્યું હતું. તો હવે જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશ ગમીએ રાજીનામું ધરી દેતા રાજકારણ ગરમાયું છે. મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ તેમજ જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય મુકેશ ગામીએ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષને રાજીનામું આપ્યું છે. જેમાં જણાવ્યું છે કે, તેઓ કોંગ્રેસ પક્ષ સાથે વર્ષોથી જોડાયેલ હતા અને હાલ તેઓ પક્ષમાં તમામ હોદા પરથી તેમજ પ્રાથમિક સભ્ય પદેથી સ્વૈચ્છિક રાજીખુશીથી અંગત કારણોસર રાજીનામું આપી રહ્યા છે. પક્ષના આગેવાનો અને કાર્યકરોનો હંમેશા સહકાર મળ્યો છે જેથી આભાર વ્યક્ત કર્યો છે.


