- 2020-21માં 8307 વ્યક્તિઓએ કર્યો હતો આપઘાત
- 2021-22માં 8614 વ્યક્તિઓએ કર્યો હતો આપઘાત
- 2022-23માં 8557 વ્યક્તિઓએ કર્યો આપઘાત
છેલ્લા થોડા સમયમાં લોકો આપઘાત કરી જીવન ટૂંકાવાની ઘટના સામે આવતી રહેતી હોય છે. જેમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે રાજ્યમાં છેલ્લા 3 વર્ષમાં 25 હજાર 478 વ્યક્તિઓએ આપઘાત કર્યો હોવાની વિગતો સામે આવી રહી છે.
આજે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પ્રશ્નમાં સરકારનો જવાબ રજુ કરવામાં આવ્યો છે. જેમા રાજ્ય સરકાર તરફથી જવાબમાં જણાવ્યું કે, વર્ષ 2020-21 માં 8 હજાર 307 વ્યક્તિઓએ આપઘાત કર્યો હતો. જ્યારે વર્ષ 2021-22 માં 8 હજાર 614 વ્યક્તિઓએ આપઘાત કર્યો હતો. વર્ષ 2022-23 માં 8 હજાર 557 વ્યક્તિઓએ આપઘાત કર્યો હતો.
આ ઉપરાંત આપઘાતના કેસોમાં 1901 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 180 આરોપીઓ પોલીસ પકડ થી દુર છે. માનસિક બીમારી, પ્રેમ પ્રકરણ, ગંભીર બીમારી,પારિવારિક સમસ્યાઓ,આર્થિક સંકડામણ અને પરીક્ષામાં નાપાસ થવાના ડર સહિત કારણોને આપઘાત કાર્યો હોવાની વિગતો સામે આવી છે.


