- મૃતકો બોલેરો કાર લઇ રાણપુર બોટાદ તરફ જઈ રહ્યા હતા
- ધોળકા પુલેન સર્કલ પાસેની હોટલ નજીક આ બનાવ બન્યો
- બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા
ખેડાથી ધોળકા માર્ગ પર અકસ્માતમાં પાંચ વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયુ છે. મૃતકો બોલેરો કાર લઇ રાણપુર બોટાદ તરફ જઈ રહ્યા હતા. તેમજ ધોળકા પુલેન સર્કલ પાસે હોટલ નજીકનો બનાવ છે. જેમાં બે વ્યક્તિ ઈજાગ્રસ્તને પ્રાથમિક સારવાર સાથે ધોળકા હોસ્પિટલ લઈ જવાયા છે.
બનાવવાની જાણ થતા બે 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી
તેમજ વધુ સારવાર માટે અસારવા સિવિલ ખસેડાયા છે. બનાવવાની જાણ થતા બે 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી છે. તથા ધોળકા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી કરી છે.
આ પાંચ વ્યક્તિઓના મોત થયા
– નીતિશ નાનસિંગ ભીલવાડ
– દિલીપ નાનસિંગ ભીલવાડ
– રાહુલ ખુમસિંગ ભીલવાડ
– પ્રમોદ ભરતભાઈ ભીલવાડ
– રાજુ માનસિંગ ખાંદરા
રામચંદ્ર નિતેશભાઇ ભીલવાડ અને મનીષા નિતેશભાઇ ભીલવાડ બંને ઈજાગ્રસ્ત અસારવા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.


