- લોકસભાની ચૂંટણીને લઇને જામ્યો પક્ષપલટાનો દોર
- માયાવતીને હજી બે નેતા આપી શકે છે ફટકો
- હજુ બે નેતાઓ અન્ય પક્ષના સંપર્કમાં હોવાની ચર્ચા
લોકસભાની ચૂંટણી નજીકમાં છે. તેવામાં દરેક પક્ષ પોતાનું પ્રભૂત્વ વધારવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેવામં બસપાના સાંસદોમાં પક્ષમાંથી બહાર નીકળવાની હોડ જામી હોય તેમ લાગી રહ્યું છે. જો કે બે સાંસદોએ પક્ષપલટો કરી લીધો ત્યારે હવે અન્ય બે સાંસદો રાહુલ ગાંધીની ન્યાયયાત્રામાં જોવા મળતા પક્ષ પલટો કરી શકે તેવા સંકેત મળી રહ્યા છે.
આ નેતાઓની પક્ષપલટાની ચર્ચા
તો બીજી તરફ શ્યામ સિંહ યાદવની સપા-કોંગ્રેસ સાથેની નિકટતા ઘણી વધી ગઈ છે. ન્યાય યાત્રામાં સામેલ થઈને તેમણે BSPથી અલગ થવાનો પણ સંકેત આપ્યો છે. એવી ચર્ચા છે કે લાલગંજના સાંસદ સંગીતા આઝાદ પણ ભાજપમાં જોડાઈ શકે છે. બીએસપી સાંસદ મલુક નાગર આરએલડીના સંપર્કમાં હોવાનું કહેવાય છે. સહારનપુરના સાંસદ હાજી ફઝલુર રહેમાન પણ બસપામાં સારું નથી ચાલી રહ્યા. તેથી, બાકીના તમામ BSP સાંસદો પણ અન્ય પક્ષોમાં ભવિષ્ય શોધી રહ્યા છે.
રિતેશ પાંડે ભાજપમાં જોડાયા
2019ની ચૂંટણીમાં BSPના કુલ 10 સાંસદો જીત્યા હતા. 2024ની લોકસભા ચૂંટણી પહેલા તેમનો પક્ષથી મોહભંગ થવા લાગ્યો . તેમના કાર્યકાળના છેલ્લા વર્ષમાં આ સાંસદોએ ભાજપ, સપા અને કોંગ્રેસના નેતાઓનો સંપર્ક કરવાનું શરૂ કર્યું. તેનો ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કરતા રહ્યા. 4 સાંસદો ભાજપ, 3 સપા અને 3 કોંગ્રેસના સંપર્કમાં હોવાની ચર્ચા છે. જેમાંથી સપાએ બસપાના સાંસદ અફઝલ અંસારીની ટિકિટ ફાઈનલ કરી છે. બીજી તરફ સાંસદ રિતેશ પાંડે ભાજપમાં જોડાઈ ગયા છે. આ સાથે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયેલા સાંસદ દાનિશ અલી કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે.


