- હત્યાકાંડની 22મી વર્ષીએ વિહિપ દ્વારા કાર્યક્રમ યોજાયો
- રેલવે યાર્ડ ખાતે એસ-6 કોચ ખાતે રામધૂન સાથે પુષ્પાંજલિ અર્પણ કરાઇ
- ગોધરાના ચાચરચોક ખાતે હુતાત્માને શ્રાદ્ધાંજલી અપર્ણ કર્યા
સાબરમતી ટ્રેન હત્યાકાંડ 2002 માં 59 કારસેવકો અકાળે મોતને ભેટયા હતા. આ હુતાત્માંઓને 22 મી વરસીએ શ્રાદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પ્રતિ વર્ષની જેમ યોજવામાં આવ્યો હતો. ગોધરાના ચાચરચોક ખાતે હુતાત્માને શ્રાદ્ધાંજલી અપર્ણ કર્યા બાદ રેલી સ્વરૂપે કાર્યકરો રેલવે યાર્ડ ખાતે રાખવામાં આવેલા એસ-6 કોચ ખાતે પહોંચ્યા હતા અને રામધૂન સાથે પુષ્પાજલી અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત રાત્રે અશ્વિનકુમાર પાઠકના સ્વરકંઠે સુંદરકાંડ પઠણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
વર્ષ 2002 માં અયોધ્યાથી સાબરમતી એક્સપ્રેસ ટ્રેન મારફ્તે પરત ફરી રહેલા કારસેવકોના કોચ એસ-6 ઉપર હુમલો થયો હતો.
જે ઘટનામાં 59 વ્યક્તિઓના અકાળે મોત નીપજ્યાં હતા જે ઘટનાને 22 વર્ષ પૂર્ણ થયા છે.સાબરમતી ટ્રેન હત્યાકાંડમાં ભોગ બનેલા રામસેવકોના હુતાત્માને શાંતિ માટે શહેર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શ્રાદ્ધાંજલિ આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જે મુજબ આ વર્ષે પણ આયોજન કરાયું હતું.આ ઉપરાંત સુંદરકાંડ આયોજન સમિતિ દ્વારા અશ્વિનજી પાઠક (પૂ.ગુરુજી)ના સુમધુર કંઠે ગોધરાના ચાંદની ચોક ખાતે સુંદરકાંડ પઠણ કાર્યક્રમ યોજાયો હતોજેનો મોટી સંખ્યામાં શહેરીજનો એ ઉપસ્થિત રહી રસપાન કર્યુ હતું.


