- તમિલનાડુના તિરુપુરમાં પીએમ મોદીની જનસભા
- મારી ભૂમિ મારા લોકો પદયાત્રાના સમાપન સમારોહમાં હાજર રહ્યા
- I.N.D.I.A ગઠબંધન પર વરસ્યા PM મોદી
PM મોદી કેરળ બાદ તમિલનાડુ પહોંચ્યા હતા. તેઓએ તમિલનાડુના તિરુપુરના પલ્લાડમ સભા સંબોધી હતી. તિરુપુરમાં ભાજપની ‘એન મન એક મક્કલ’ (મારી જમીન, મારા લોકો) પદયાત્રાના સમાપન સમારોહમાં ભાગ લીધો હતો અને વિપક્ષી ગઠબંધન ‘INDIA’ અલાયન્સનો વિવિધ મુદ્દે ઘેરાવ કર્યો હતો.
ડીએમકે સરકારને લીધી આડેહાથ
તેમણે રાજ્યની શાસક ડીએમકે સરકાર પર પણ નિશાન સાધ્યું, જે I.N.D.I.A ગઠબંધનની એક ઘટક ટીમ છે. પીએમ મોદીએ ઈન્ડિયા એલાયન્સ અને ડીએમકેને ઘેર્યા અને કહ્યું કે તેમની એકમાત્ર ચિંતા એ છે કે પરિવારની દુકાન કેવી રીતે ચાલુ રાખવી.
ઇન્ડિયા ગઠબંધનના લોકો મોદી પ્રત્યે નફરતના નામે એક થયા
પીએમ મોદીએ કહ્યું, “ભાજપ તેના ત્રીજા કાર્યકાળમાં ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાની વાત કરી રહી છે, પરંતુ બીજી તરફ, મોદી માટે માત્ર નફરત છે, તેમના નામ પર એક થઈ ગયેલા ભારતીય ગઠબંધનના લોકો જેમ ફાવે તેમ બોલતા રહે છે. શું તમે તેમની એક પણ પાર્ટીને વિકાસ, અર્થતંત્ર, ઉદ્યોગ, શિક્ષણ, કૃષિ, મજૂર અને માછીમારોની વાત કરતા સાંભળ્યા છે? તેઓને બસ એક જ ચિંતા છે કે તેમના પરિવારની દુકાન કેવી રીતે ચાલુ રહે, તેઓના પરિવારને પ્રોત્સાહન આપીને તે તમિલનાડુના દરેક યુવાનોના વિકાસમાં અવરોધ ઉભો કરી રહ્યા છે.
દેશના ટુકડા જોવાની કોશિશ કરનારા …
પીએમ મોદીએ કહ્યું કે જે લોકો દિલ્હીના એરકન્ડિશન્ડ રૂમમાં બેસીને દેશને ટુકડાઓમાં જોવાની કોશિશ કરે છે, દેશના ટુકડા કરવાનો પ્રયાસ કરે છે તેવા લોકોએ અહીં આવીને જોઇ લેવુ જોઇએ કે તમિલનાડુ હિંદુસ્તાનનું ભાગ્ય બનાવનારુ આ રાજ્ય તમારી આંખોની સામે છે. જેમણે દશકો સુધી તમિલનાડુને લૂંટ્યુ, તે લોકો આજે બીજેપીની વધતી તાકાતથી ગભરાઇ રહ્યા છે. તેઓ જુઠ્ઠુ બોલીને, જનતાના ભાગલા પાડીને લોકોને લડાવીને પોતાની ખુરશી બચાવવા માંગે છે.


