- ખેતીલાયક જમીન અને ખેતીને જો બચાવવી હોય
- ગાય આધારિત પ્રાકૃતિક ખેતી જ શ્રોષ્ઠ વિકલ્પ છે : રાજ્યપાલ
- રાસાયણિક ખાતરોનો વપરાશ છોડી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવો
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, દાંતીવાડા ખાતે મંગળવારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો.જેમાં રાજ્યપાલે ખેત પેદાશોના પ્રદર્શન અને વેચાણ સ્ટોલની મુલાકાત લઈ ખેડૂતો સાથે સંવાદ કરી પ્રાકૃતિક કૃષિ અંગે વિગતવાર માહિતી આપી લોકોને પ્રાકૃતિક કૃષિ તરફ્ વળવા અનુરોધ કર્યો હતો.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઉપસ્થિત ખેડૂતો, સખી મંડળની બહેનો, શિક્ષકો અને યોગ પ્રશિક્ષકોને જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી અંગેનો ભેદ સ્પષ્ટ કરી પ્રાકૃતિક ખેતીના ફયદા અને મહત્વ ખૂબ સરળ ભાષામાં સમજાવ્યા હતા. રાસાયણિક ખાતરોના વપરાશથી જમીન બંજર અને બિન ઉપજાઉ બને છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના બેફમ ઉપયોગથી કેન્સર સહિતના ગંભીર રોગોને આમંત્રણ આપીએ છીએ જે બાબતની વિસ્તાર પૂર્વક સમજ આપી હતી.
ખેતીલાયક જમીન અને ખેતીને જો બચાવવી હશે તો દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી જ શ્રોષ્ઠ વિકલ્પ છે એમ જણાવી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અને જીવામૃત બનાવવાની રીત સમજાવી લોકોને રાસાયણિક ખાતરોનો વપરાશ છોડી તંદુરસ્ત જીવન જીવવા માટે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા રાજ્યપાલે જણાવ્યું હતું.
આ પ્રસંગે સાંસદ પરબતભાઇ પટેલ, જિલ્લા કલેકટર વરુણકુમાર બરનવાલ, કૃષિ યુનિવર્સિટીના કુલપતિ આર.એમ.ચૌહાણ, સંશોધન નિયામક સી.એમ.મુરલીધરન, આત્મા ડિરેક્ટર પી.એસ.રબારી, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, જિલ્લા ખેતીવાડી અધિકારી એમ.એમ.પ્રજાપતિ, આત્મા પ્રોજેકટ જિલ્લા ડિરેક્ટર જીંદાલ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો પશુપાલક ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.


