- જેપી મોર્ગનના વાઈસ પ્રેસિડેન્ટે એક સોસાયટીના સભ્યો સામે ગંભીર આરોપ લગાવ્યા
- સોસાયટીમાં ફ્લેટ ખરીદતી વખતે તેમને જાતિગત ભેદભાવનો સામનો કરવો પડ્યો
- મને અહીં રહેવાની પરવાનગી નહીં આપે તેથી મને ઘેરો આઘાત લાગ્યો: અનિરુદ્ધ કેજરીવાલ
ગુજરાતના પાટનગર ગાંધીનગરની ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સિટીને આગામી દિવસોમાં વિશ્વ કક્ષાએ નામના મેળવશે. ગુજરાતમાં દેશ-વિદેશની કંપનીઓને રોકાણ માટે આકર્ષવા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે કંપનીના ઉચ્ચ પદાધિકારીઓને સાથે જાતિગત ભેદભાવ થયાના અહેવાલ સામે આવ્યા છે.
જેપી મોર્ગનના વાઈસ પ્રેસિડેન્ટે એક સોસાયટીના સભ્યો સામે ગંભીર આરોપ લગાવ્યા
ઉલ્લેખનીય છે કે જેપી મોર્ગનના વાઈસ પ્રેસિડેન્ટે એક સોસાયટીના સભ્યો સામે ગંભીર આરોપ લગાવ્યા છે. જેમાં GIFT સિટીમાં મલ્ટી નેશનલ ફાઈનાન્સ કંપની JP Morganને પણ રોકાણ કરી ઓફીસ શરુ કરી છે, અહીં કામ કરતા કર્મચારીઓ ગાંધીનગરમાં રહેવાનું પસંદ કરે છે. એવામાં કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ અનિરુધ કેજરીવાલે આરોપ લગાવ્યો છે કે ગુજરાતના ગિફ્ટ સિટી પાસે રહેણાંક સોસાયટીમાં ફ્લેટ ખરીદતી વખતે તેમને જાતિગત ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો.
મને મારી જાતિના કારણે ઘર ફાળવવાની ના પાડી દેવામાં આવી: અનિરુદ્ધ કેજરીવાલ
જેપી મોર્ગનના વાઈસ પ્રેસીડેન્ટ અનિરુદ્ધ કેજરીવાલે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ગુજરાતમાં જાતિ આધારિત ભેદભાવ થયાની ફરિયાદ કરીને સૌને ચોંકાવી દીધા હતા. તેમણે કહ્યું કે ગુજરાતની ગિફ્ટ સિટીમાં મેં એક ફ્લેટ ખરીદવાનો પ્રયાસ કર્યો હતો જ્યાં મને મારી જાતિના કારણે ઘર ફાળવવાની ના પાડી દેવામાં આવી. તેમણે એવો દાવો પણ કર્યો કે તેમને ધમકાવવામાં પણ આવ્યા હતા. 30 જેટલાં લોકોએ તેમને ઘેરીને ધમકાવ્યા કે જો તેઓ તેમની ધમકી છતાં ઘર ખરીદવાનો પ્રયાસ કરશે તો તેમનું જીવવું મુશ્કેલ થઈ જશે. પરિવારને પણ અનેક તકલીફો વેઠવી પડશે.
મને અહીં રહેવાની પરવાનગી નહીં આપે તેથી આ ઘટનાને કારણે મને ઘેરો આઘાત લાગ્યો
ગુજરાત પોલીસ, ગુજરાતના મુખ્યમંત્રી અને અન્ય કેટલાક સહયોગીઓને ટાંકતા તેમણે પોસ્ટમાં લખ્યું કે મેં ફ્લેટ ખરીદવા માટે એડવાન્સ રકમ પણ ચૂકવી દીધી હતી અને વેચાણ કરાર ફાઈનલ કરવાની તૈયારીમાં જ હતું પરંતુ સોસાયટીના વેચાણકાર તરફથી એનઓસી આપવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા હતા જેનાથી મને ખતરાની ઘંટડીનો આભાસ તો થયો હતો પરંતુ મામલો આટલો ગંભીર છે તેનાથી હું વાકેફ નહોતો. તેમણે આગળ ટ્વિટમાં જણાવ્યું કે મને સોસાયટીના ચેરમેન અને મેનેજમેન્ટ તરફથી સ્પષ્ટપણે કહી દેવામાં આવ્યું કે હું અન્ય જાતિનો હોવાથી મને અહીં ઘર નહીં ફાળવાય. તેઓ મને અહીં રહેવાની પરવાનગી નહીં આપે. આ ઘટનાને કારણે મને ઘેરો આઘાત લાગ્યો છે.


