- ખેડૂત અને વેપારી પેનલમાં ભાજપના 14 ડિરેક્ટર્સ વિજેતા જાહેર થયા હતા
- 18મી ડિસેમ્બરે ડિરેક્ટર્સના ફેર્મ ભરવાની પ્રક્રિયા યોજાઈ હતી
- ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી તા.28મી ફેબ્રુઆરીએ યોજાઈ
ચોટીલા માર્કેટીંગ યાર્ડમાં ટર્મ પૂરી થતાં ગત તા. 18મી ડિસેમ્બરે ડિરેક્ટર્સના ફેર્મ ભરવાની પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં ખેડૂત પેનલના 10 અને વેપારી પેનલના 4 સભ્યોએ ફેર્મ ભરતા ભાજપના 14 ડિરેક્ટર્સ બિનહરીફ્ વિજેતા જાહેર કરાયા હતા. ત્યારબાદ ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી તા.28મી ફેબ્રુઆરીએ યોજાઈ હતી. જેમાં ચેરમેન તરીકે જયરાજભાઈ ભરતભાઈ ધાધલ(પીપળીયા) અને વાસ ચેરમેન તરીકે મહેશભાઈ મનહરદાસ દેસાણી(સણોસરા)ની બિનહરીફ્ વરણી કરાઈ હતી. ચોટીલા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી વર્ષોથી બિનહરીફ થતી આવે છે અને 30 વર્ષ ચેરમેન રહી ચૂકેલા ભરતભાઈ ભાણભાઈ ધાધલના અવસાન બાદ તેમના દીકરા જયરાજભાઇ ધાધલ બિનહરીફ્ ચેરમેન બનતા જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, ચેમ્બર ઓફ્ કોમર્સના પ્રમુખ અને ભાજપના આગેવાન રણજીતસિંહ ચૌહાણ, કાઠી-ક્ષત્રિય સમાજના યુવા આગેવાન જયવંતભાઈ શાંન્તુભાઈ વાળા અને માલધારી સમાજ ખેડૂત આગેવાનો વેપારી આગેવાનોની મહેનત થકી બિનહરીફ્ ચુંટણી પ્રક્રિયા પૂર્ણ થતા તાલુકાના ખેડૂતોમા ખુશી જોવા મળી હતી.


