ડૉ.શ્યામાપ્રસાદ મુખરજી જન્મજયંતી સ્મૃતિ પખવાડિયાની ઉજવણી
શહેર ભાજપ યુવા મોરચા દ્વારા વિધાનસભા-૬૯માં રકતદાન કેમ્પ યોજાયો.
અગ્ર ગુજરાત, રાજકોટ
રાષ્ટ્રભકત ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીનો તા. ૨૩ જૂનના રોજ બલિદાન દિવસથી તા. ૬ જુલાઈ જન્મજયંતી સ્મૃતિ દિવસ અંતર્ગત પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ ડૉ. હેમાંગભાઈ જોષીના માર્ગદર્શન હેઠળ રાજકોટની ચારેય વિધાનસભામાં મેગા રકતદાન કેમ્પનું આયોજન શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ મિલન લીંબાશીયા, મહામંત્રી જયકીશન ઝાલા, હિમાંશુ રાજયગુરૂ ની આગેવાની અને ડૉ. શ્યામા પ્રસાદ મુખરજી જન્મ જયંતી પખવાડીયાના અંતર્ગત રકતદાન કેમ્પના રાજકોટ મહાનગરના સંયોજક યુવા મોરચાના મંત્રી જય બોરીયા, સહસંયોજક યુવા મોરચાના કાર્યાલય મંત્રી રાહુલ રાઠોડ અને શહેર યુવા મોરચા મંત્રી મોહિત શિયાળની જવાબદારી હેઠળ વિધાનસભા-૬૯ માં રાજકોટ શહેર ભાજપ કમલમ કાર્યાલય ખાતે રકતદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.
આ રકતદાન કેમ્પમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ દીપ પ્રાગટય કરી શુભ શરૂઆત કરેલ હતી. રાજકોટ શહેર પ્રમુખ ડૉ. માધવ દવે, પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતીનભાઈ ભારદ્વાજ, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્દ્રસીંહ જાડેજા, પૂર્વ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા સહિત શહેર સંગઠનના હોદ્દેદારો, કોર્પોરેટરો, પૂર્વ કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખ, મહામંત્રી તેમજ યુવા મોરચાના પ્રમુખ, મહામંત્રી સહિત તમામ શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા આ રકતદાન કેમ્પના ઈન્ચાર્જ શહેર યુવા મોરચાના મોહિત શિયાળએ જહેમત ઉઠાવી હતી.


