- પ્રમુખ દ્વારા રૂ. 2068.63 લાખની પુરાંતવાળું બજેટ રજૂ થયું
- પ્રમુખ પ્રેમબેન મકવાણાએ સામાન્ય સભામાં બજેટ રજૂ કર્યું
- ધંધૂકા તાલુકા પંચાયત ખાતે બજેટને લઈ સામાન્ય સભા યોજાઈ
અમદાવાદ જિલ્લાની ધંધૂકા તાલુકા પંચાયતનું વર્ષ 2024-25નું અંદાજપત્ર સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. પ્રમુખ પ્રેમબેન મકવાણાએ સામાન્ય સભામાં બજેટ રજૂ કર્યું હતું.
ધંધૂકા તાલુકા પંચાયત ખાતે બજેટને લઈ સામાન્ય સભા યોજાઈ હતી. પંચાયત પ્રમુખ પ્રેમબેન મકવાણાએ વર્ષ 2024-25નું અંદાજપત્ર રજૂ કર્યું હતું. પ્રમુખે બજેટ રજૂ કરતા જણાવ્યું કે ધંધૂકા તાલુકાના સર્વાંગી વિકાસને ધ્યાને લઇ છેવાડાના માનવી સુધી વિકાસ અને સરકારની યોજનાઓ પહોંચે તેવા આશયથી અંદાજપત્ર તૈયાર કરવામાં આવ્યું છે. સભામાં ઉપસ્થિત તમામ સભ્યોએ સર્વાનુમતે રૂ. 2068.63 લાખની પૂરાંત વાળું બજેટ મંજુર કર્યું હતું. સભામાં તાલુકા વિકાસ અધિકારી એચ. એફ્. ભુવાત્રાએ સભાની કાર્યવાહી હાથ ધરી હતી. તો નાયબ હિસાબનીશ રમેશભાઈ પરમારે અંદાજપત્ર વિશે વિસ્તૃત માહિતી આપી હતી.


