- પીએમ મોદી આજે હતા તમિલનાડુના પ્રવાસે
- પીએમ મોદીએ સભા સંબોધન દરમિયાન ડીએમકેને લીધી આડેહાથ
- તમિલનાડુ સરકારની જાહેરાતમાં ચીની રોકેટ દેખાતા પીએમે કરી ટીકા
પીએમ મોદી તમિલનાડુના પ્રવાસના બીજા દિવસે કુલાશેખરપટ્ટીનમમાં ઇસરોના નવા લૉન્ચ કોમ્પ્લેક્સનો શિલાન્યાસ કર્યો. આ પ્રોજેક્ટને લઇને રાજ્યની ડીએમકે સરકારના પશુપાલનમંત્રી અનિતા રાધાકૃષ્ણનને સ્થાનિક સમાચર પત્રોમાં એક છપાવી. જેમાં ચીનનો ફ્લેગ ધરાવતુ રૉકેટ જોવા મળી રહ્યું છે. જેને લઇને પીએમ મોદી સહિત તમિલનાડુ ભાજપના અધ્યક્ષે ડીએમકે સરકારેને આડેહાથ લીધી.
ડીએમકેને સ્પેસ સેક્ટરમાં ભારતની પ્રગતિ સ્વીકાર્ય નહી- પીએમ મોદી
પીએમ મોદીએ તિરુનેલવેલીમાં કહ્યું કે ડીએમકે એવી પાર્ટી છે જે કામ કરતી નથી, પરંતુ ખોટી ક્રેડિટ લેવા માટે આગળ રહે છે. આ લોકો અમારી યોજનાઓ પર તેમના સ્ટીકરો ચોંટાડે છે. હવે તેઓએ મર્યાદા વટાવી દીધી છે, તેઓએ તમિલનાડુમાં ISRO લોન્ચ પેડનો શ્રેય લેવા માટે ચીનનું સ્ટીકર લગાવ્યું છે. પીએમ મોદીએ આરોપ લગાવ્યો કે ડીએમકે સ્પેસ સેક્ટરમાં ભારતની પ્રગતિને સ્વીકારી શકતી નથી. તેઓ ઇસરો લૉન્ચ પેડનો શ્રેય લેવા માટે સમાચારપત્રોમાં જાહેરાતમાં પણ ચીનનું સ્ટિકર લગાવી રહ્યા છે.
બીજેપી અધ્યક્ષે પણ દર્શાવ્યો વાંધો
તમિલનાડુ બીજેપી અધ્યક્ષ કે અન્નામલાઈએ ડીએમકેના અખબારમાં પ્રકાશિત જાહેરાતની કટિંગ શેર કરી છે. તેમણે લખ્યું- DMK મંત્રી થિરુ અનિથા રાધાકૃષ્ણન દ્વારા આજે અગ્રણી તમિલ દૈનિકોને આપવામાં આવેલી આ જાહેરાત ચીન પ્રત્યે DMKની પ્રતિબદ્ધતા અને આપણા દેશની સાર્વભૌમત્વ પ્રત્યેની તેમની અવગણનાનું પ્રતીક છે.


