- 3 દિવસનું પ્રી-વેડિંગ ફંક્શન આજથી શરૂ થશે
- બોલીવૂડના સ્ટાર્સ સહિતના મહેમાનો જામનગર પહોંચ્યા
- વિશ્વભરમાંથી મહેમાનો પ્રિ-વેડિંગ ફંક્શનમાં રહેશે હાજર
જામનગરમાં અનંત અંબાણીનું પ્રી-વેડિંગ ફંક્શન યોજાઇ રહ્યું છે. જેમાં 3 દિવસનું પ્રી-વેડિંગ ફંક્શન આજથી શરૂ થશે. તેમાં બોલીવૂડના સ્ટાર્સ સહિતના મહેમાનો જામનગર પહોંચ્યા છે. વિશ્વભરમાંથી મહેમાનો પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજર રહેશે. તેમજ આંતરરાષ્ટ્રીય સ્ટાર રિહાન્ના ફંક્શનમાં પર્ફોમ કરશે.
માર્ક ઝકરબર્ગ, ડિઝનીના સીઈઓ બોબ ઈગર, હોલીવુડ સિંગર રિહાન્ના આવી ગયા
બિલ ગેટ્સ, ઇવાન્કા ટ્રમ્પ આવશે. તેમજ પ્રી-વેડિંગમાં અતિથિઓ ભારતીય સંસ્કૃતિનો આનંદ લેશે. મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શનનું જામનગરમાં આયોજન થયુ છે. આ ફંક્શન આજથી ત્રણ માર્ચ દરમિયાન થશે. જેના માટે બોલિવૂડની અનેક હસ્તીઓ ત્યાં પહોંચી છે. અભિનેત્રી આલિયા એરપોર્ટ પર જોવા મળી હતી. જોકે, આ વખતે રણબીર અને આલિયાએ પાપારાઝીને રાહાની ઝલક દેખાડી ન હતી. નીતુ કપૂર પણ તેમની સાથે જામનગર પહોંચ્યા છે.

જાણો કયા મહેમાનોએ હાજરી આપી છે
અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શનમાં શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન, જાન્હવી કપૂર સહિત કેટલીક આંતરરાષ્ટ્રીય હસ્તીઓ ગુરુવારે જામનગર પહોંચી હતી. આ યાદીમાં માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ, બ્લેક રોકના સીઈઓ લેરી ફિંક, ફેસબુક મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ, ડિઝનીના સીઈઓ બોબ ઈગર, હોલીવુડ સિંગર રિહાન્ના સહિત અનેક જાણીતી વ્યક્તિઓ સામેલ છે.

પ્રી-વેડિંગ સેરેમની જામનગરમાં શા માટે?
એક અહેવાલ મુજબ અનંત અંબાણીએ તેમના પ્રી-વેડિંગ સેરેમની જામનગરમાં શા માટે કરવામાં આવી રહી છે તેનો ખુલાસો કર્યો હતો, તેમને જણાવ્યું કે તેમની દાદીનો જન્મ જામનગરમાં થયો હતો. આ સિવાય તેમના દાદા ધીરુભાઈ અંબાણી અને પિતા મુકેશ અંબાણીએ પણ અહીંથી પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો. આ કારણોસર, તેમને આ જગ્યા ખૂબ જ પસંદ છે, જેના કારણે અહીં પ્રી-વેડિંગ ફંક્શન યોજવામાં આવી રહ્યા છે.
પ્રી-વેડીંગનો આજે પ્રથમ દિવસ
અનંત-રાધિકાના પ્રી વેડીંગનનો આજે પ્રથમ દિવસ છે. આજે બોલિવૂડથી લઈને ક્રિકેટ જગતની અનેક સેલિબ્રિટી હાજર રહેવાની છે. જેમાં અજય દેવગણ, કાજોલ, અમિતાભ બચ્ચન અને તેની ફેમિલી, સચિન તેંડૂકર અને તેની ફેમિલી, કે.એલ રાહુલ, હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા, મહેન્દ્ર સિંહ ધોની અને તેની ફેમિલી તેમજ અક્ષય કુમાર પણ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ટાટા સન્સના ચેરમેન એન ચન્દ્રન, બિલ ગેસ્ટ, રામચરણ, ટાઈગર શ્રોફ સહિત અનેક દિગ્ગજો હાજરી આપશે.


