By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    14 hours ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    2 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    3 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    5 days ago
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: 3 ડિગ્રી તાપમાન વધશે તો 90 ટકા હિમાલય સુકાઇ જશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

3 ડિગ્રી તાપમાન વધશે તો 90 ટકા હિમાલય સુકાઇ જશે

agragujaratnews
Last updated: 2024/03/01 at 11:54 AM
2 years ago
Share
3 ડિગ્રી તાપમાન વધશે તો 90 ટકા હિમાલય સુકાઇ જશે
SHARE

  • સરેરાશ તાપમાન 3 ડિગ્રી વધતાં જ નદીઓ સુકાઇ જશે
  • જંગલ ખતમ થશે, લોકો ભૂખે મરશે : ચેતવણી
  • હિમાલય વિસ્તારમાં પણ પીવાના પાણી અને સિંચાઇના પાણીની અછત સર્જાશે

ભારતના સરેરાશ તાપમાનમાં 3 ડિગ્રી જેટલો વધારો થતાં જ હિમાલયના 90 ટકા વિસ્તારને એક વર્ષ માટે દુષ્કાળનો સામનો કરવો પડશે. એક નવા સંશોધનમાં સામે આવેલા નવા સત્યો ક્લાઇમેટ ચેન્જ જર્નલમાં પ્રકાશિત થયા છે. દેશનું સરેરાશ તાપમાન વધતાં સૌથી ખરાબ અસર હિમાલયના વિસ્તારો પર પડશે. હિમાલય વિસ્તારમાં પણ પીવાના પાણી અને સિંચાઇના પાણીની અછત સર્જાશે.

અહેવાલમાં જણાવ્યા મુજબ 80 ટકા ભારત હીટ સ્ટ્રેસનો સામનો કરી રહ્યું છે. તેને રોકવા માંગો તો પેરિસ એગ્રીમેન્ટ મુજબ તાપમાનને દોઢ ડિગ્રી સેલ્સિયસ પર રોકવું જોઇએ. તાપમાન 3 ડિગ્રીની કક્ષાએ પહોંચી જશે તો સ્થિતિ ખૂબ કથળી જશે. ઇંગ્લેન્ડની યુનિવર્સિટી ઓફ ઇસ્ટ આંગ્લિયાના સંશોધકોના નેતૃત્વમાં હાથ ધરવામાં આવેલા સંશોધનમાં આ તારણો સામે આવ્યાં છે. અલગ અલગ આઠ અભ્યાસોને સામે રાખીને આ નવો અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ આઠેય અભ્યાસ ભારત, બ્રાઝિલ, ચીન, ઇજિપ્ત, ઇથિયોપિયા અને ઘાનાને કેન્દ્રમાં થયેલા અભ્યાસો છે. આ તમામ વિસ્તારોમાં જળવાયુ પરિવર્તન, ગ્લોબલ વોર્મિંગ અને વધી રહેલા તાપમાનને કારણે પૂર, દુષ્કાળ કે બાયોડાયવર્સિટીમાં ઘટાડા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

તાપમાનમાં 3 ડિગ્રી જેટલો વધારો થશે તો ખેતરો સુકાઇ જશે

નવા અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે તાપમાનમાં 3 થી 4 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો થશે તો ભારતમાં પોલીનેશન કે પરાગ પ્રક્રિયામાં જ અડધોઅડધ ઘટાડો થશે. તેને કારણે કૃષિ ક્ષેત્ર પરની ભીંસ વધશે. ખેતીલાયક વિસ્તારમાં 50 ટકા જેટલો ઘટાડો નોંધાશે. તાપમાનમાં 1.5 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો થશે તો પરાગ પ્રક્રિયામાં ચોથાભાગ જેટલો ઘટાડો થશે. 30 વર્ષે એકાદ વાર જોવા મળતા ભીષણ દુકાળનો સામનો કરવો પડી શકે છે. વધી રહેલા તાપમાનને 1.5 ડિગ્રી સેલ્સિયસ પર રોકી દેવામાં આવે તો કૃષિ ભૂમિને સુકાતી બચાવી શકાય તેમ છે.

તાપમાનમાં 1.5 ડિગ્રી જેટલો વધારો થાય તો શું ?

વિવિધ દેશોમાં હાથ ધરવામાં આવેલા આઠ અભ્યાસોમાં જણાવ્યા મુજબ તાપમાનમાં 1.5 ડિગ્રી તાપમાન જેટલો જ વધારો થશે તો ભારતની 21 ટકા ખેતીની જમીન, ઇથોપિયાની 61 ટકા ખેતીની જમીન સુકાઇ જશે. જોકે માનવીને એટલી મોટી હદે દુષ્કાળનો સામનો નહીં કરવો પડે. પરંતુ તાપમાનમાં 3 ડિગ્રી જેટલો વધારો થશે તો પ્રભાવ બમણો થઇ જશે. આબોહવા પરિવર્તનનો પ્રભાવ વૃક્ષો અને જીવો પર પણ પડશે.

તાપમાનને 2 ડિગ્રી સુધી રોકી રાખવું જરૂરી

તાપમાનને 2 ડિગ્રી સુધી રોકી રાખવામાં સફળતા મળશે તો પણ વિશ્વ ફાયદામાં રહેશે. અભ્યાસમાં આફ્રિકા, એશિયા અને દક્ષિણ અમેરિકાના વિસ્તારોને મુદ્દે પણ ચિંતા જાહેર કરવામાં આવી છે. જરૂરી એટલું જ છે કે કોઇપણ ભોગે વધી રહેલા તાપમાનને રોકવામાં આવે. યુએઇના પ્રોફેસર રેશેલ વારેને કહ્યું કે ભારતને જો આવી કુદરતી સંકટથી બચાવવું હોય તો પેરિસ સમજૂતી પ્રમાણે પગલાં લેવામાં આવે તે જરૂરી છે અન્યથા સંકટ વકરશે.

You Might Also Like

ગુજરાતમાં ફરી ચાંદીપુરાની એન્ટ્રી: ગોધરામાં ત્રણ અને ચાર વર્ષના માસુમ બાળકોના મોત

2001 જેવી કયામત માટે હજુ 100થી 500 વર્ષનો સમય

હવે દાગીના નહીં, રોકડ માટે વેચાઈ રહ્યું છે ઘરનું સોનું

દીવમાં SIR સંદર્ભે બે દિવસના કેમ્પનું આયોજન

જાફરાબાદના ટીંબી ગામે રૂપેણ નદીના પટ વિસ્તારમાં મામલતદારના દરોડા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રાજકોટ કોર્ટ પરિસરમાં જ પત્ની પર તૂટી પડતો વકીલ પતિ
રાજકોટ

 રાજકોટ કોર્ટ પરિસરમાં જ પત્ની પર તૂટી પડતો વકીલ પતિ

Editor By Editor 7 days ago
પોપટપરામાં હાઈ વોલ્ટેજ થી AC, ફ્રીજ, પંખા બળીને ખાખ
જન્માષ્ટમી લોકમેળાને આકર્ષક શીર્ષક આપવા નગરજનો પાસે નામ મંગાવતું તંત્ર
જેતપુરમાં મૈત્રી કરાર કરી સાથે રહેતા માતાના પ્રેમીને રહેશી નાખતો પુત્ર
યુવાનો બનશે ‘ફર્સ્ટ રિસ્પોન્ડર’: માય ભારતની સાત દિવસીય તાલીમનો પ્રારંભ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?