- અંબાણી પરિવારના પ્રિ-વેડિંગ ફંક્શનમાં બન્યા મહેમાન
- મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પરિવાર સાથે પધાર્યા
- ફિલ્મ કલાકારો અને બિઝનેસમેન સહિતની હસ્તીઓ પહોંચી
અંબાણી પરિવારના ત્યાં જામનગર ખાતે અનંત અને રાધિકાના પ્રિ-વેડિંગ ઈવેન્ટ માટે દેશ દુનિયાના સ્ટાર પહોંચી રહ્યા છે. આ વચ્ચે બોલીવુડ સ્ટાર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પણ જામનગર આવી પહોંચ્યા છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ પરિવાર સાથે જામનગર પહોંચ્યા છે.
જામનગરમાં હાલમાં દેશ વિદેશના સ્ટાર પહોંચી રહ્યા છે. જ્યારે હવે કાર્યક્રમને ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે કાર્યક્રમમાં હાજરી આપવા માટે જામનગર એરપોર્ટ પર સતત અવર જવર જોવા મળી રહી છે. જેમાં થોડા સમય પહેલા શાહરુખ ખાન પોતાના પરિવાર સાથે જામનગરમાં આવી ચુક્યો છે. આ ઉપરાંત રણબીર કપૂર અને હોલીવુડ સિંગર રિહાના સહિતના કલાકારો આવી પહોંચ્યા છે.
ત્યારે હવે આ પ્રસંગમાં હાજરી આપવા માટે બોલીવુડ અભિનેત્રી રાની મુખર્જી, બોની કપૂર, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પણ જામનગર આવી પહોંચ્યા છે. જેના સાથે જ અન્ય પણ કેટલાંક સ્ટાર આવતીકાલે પણ સવારથી જામનગર પહોંચી શકે છે.
નોંધનીય છેકે, આ પ્રસંગમાં હાજરી આપવા માટે બોલીવુડના કિંગખાન શાહરુખ પોતાની ફેમિલી, પુત્ર આર્યન ખાન, દીકરી સુહાના અને ગૌરી ખાન સાથે જામનગર એરપોર્ટ પર પહોંચ્યા હતા. તેમજ આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે સોશિયલ મીડિયા કંપની ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગ પોતાની પત્ની સાથે જામનગર પહોંચ્યા છે.


