- તમિલનાડુ ભાજપે એમ. કે સ્ટાલિન પર કર્યો કટાક્ષ
- એમ.કે સ્ટાલિનનો આજે 71મો જન્મદિવસ
- તમિલનાડુ ભાજપે ચીની ભાષામાં પાઠવી શુભકામના
ઇસરોના નવા લૉન્ચ કોમ્પ્લેક્સ સંબંધિત એક જાહેરાતમાં ચીની રોકેડ અને ચીની ઝંડો દેખાતા ભાજપ અને ડીએમકે વચ્ચે શાબ્દિક જંગ ચાલી રહ્યો છે. આ બધા વચ્ચે ભાજપે સીએમ સ્ટાલિનને ચીની ભાષામાં જ જન્મ દિવસની શુભકામના પાઠવીને કટાક્ષ કર્યો છે.
ચીની ભાષામાં પાઠવી શુભકામના
તમિલનાડુ ભાજપના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવી છે. જેમાં બીજેપીએ લખ્યું છે કે તમિલનાડુ ભાજપ તરફથી અમારા માનનીય મુખ્યમંત્રી થિરુ એમકે સ્ટાલિનને તેમની પસંદગીની ભાષામાં જન્મદિવસની શુભકામના. તેમના લાંબા સ્વાસ્થ્ય અને સારા જીવનની પ્રાર્થના કરીએ છીએ. તો અન્ય એક ટ્વિટમાં લખ્યુ કે જે લોકો અમારા મુખ્યમંત્રીને ચાઇનીઝ ભાષામાં શુભકામના આપવા માગે છે તેઓ કૃપા કરીને આનો ઉપયોગ કરે. તેમણે ટ્વિટની સાથે ચીની ભાષામાં બર્થ ડે વિશ કર્યું
કેમ ચાઇનીઝ ભાષામાં વિશ કર્યુ ?
પીએમ મોદી તમિલનાડુના પ્રવાસે હતા ત્યારે કુલાશેખરપટ્ટીનમમાં ઇસરોના નવા લૉન્ચ કોમ્પ્લેક્સનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટને લઇને રાજ્યની ડીએમકે સરકારના પશુપાલનમંત્રી અનિતા રાધાકૃષ્ણનને સ્થાનિક સમાચર પત્રોમાં એક છપાવી હતી. જેમાં ચીનનો ફ્લેગ ધરાવતુ રૉકેટ જોવા મળી રહ્યું હતું. જેને લઇને તમિલનાડુ ભાજપે આજે કટાક્ષ કર્યો
ડીએમકેને સ્પેસ સેક્ટરમાં ભારતની પ્રગતિ સ્વીકાર્ય નહી- પીએમ મોદી
પીએમ મોદીએ તિરુનેલવેલીમાં કહ્યું હતું કે ડીએમકે એવી પાર્ટી છે જે કામ કરતી નથી, પરંતુ ખોટી ક્રેડિટ લેવા માટે આગળ રહે છે. આ લોકો અમારી યોજનાઓ પર તેમના સ્ટીકરો ચોંટાડે છે. હવે તેઓએ મર્યાદા વટાવી દીધી છે, તેઓએ તમિલનાડુમાં ISRO લોન્ચ પેડનો શ્રેય લેવા માટે ચીનનું સ્ટીકર લગાવ્યું છે. પીએમ મોદીએ આરોપ લગાવ્યો હતો કે ડીએમકે સ્પેસ સેક્ટરમાં ભારતની પ્રગતિને સ્વીકારી શકતી નથી. તેઓ ઇસરો લૉન્ચ પેડનો શ્રેય લેવા માટે સમાચારપત્રોમાં જાહેરાતમાં પણ ચીનનું સ્ટિકર લગાવી રહ્યા છે.


