- સાઉથ સુપરસ્ટાર રામચરણ અને ક્રિકેટર પોલાર્ડનું જામનગર એરપોર્ટ પહોચ્યાં
- મહારાષ્ટ્ર DG નાગરાજ પાટીલ જામનગર એરપોર્ટ પહોચ્યાં
- કેરન પોલાર્ડ મુંબઈ ઇન્ડિયન્સના ખેલાડી જામનગર એરપોર્ટ પર પહોંચ્યાં
ભારતના સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી ટૂંક સમયમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યાં છે. બંનેની પ્રી-વેડિંગ સેરેમની આજથી શરૂ થઈ ગઈ છે. ગુજરાતના જામનગરમાં પ્રી-વેડિંગ સેરેમની યોજાઈ રહી છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન માટે બોલિવૂડ-હોલિવૂડના સ્ટાર્સ પણ જામનગર પહોંચવા લાગ્યા છે.તો ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ તેમજ સ્ટાર ક્રિકેટરો પણ પહોંચી રહ્યાં છે.
પ્રી-વેડિંગ ફંકશનની થીમ
અનંત અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેલિબ્રેશનની થીમ જાહેર કરવામાં આવી છે. નીતા અંબાણીએ પોતે એક વીડિયો જાહેર કરીને કહ્યું છે કે, આ ફેસ્ટિવલની મુખ્ય થીમ ‘કલા અને સંસ્કૃતિ’ છે. નીતા અંબાણીએ કહ્યું કે, તેમને શરૂઆતથી જ કલા અને સંસ્કૃતિ પ્રત્યે ઊંડો લગાવ છે. હવે જ્યારે અનંત રાધિકા સાથે તેના જીવનનો એક નવો અધ્યાય શરૂ કરી રહ્યો છે, તેણે ત્રણ દિવસના કાર્યક્રમની થીમ તરીકે કલા અને સંસ્કૃતિ પસંદ કરી છે.
કોકટેલ પાર્ટીનું આયોજન
આ સિવાય અર્જુન કપૂર, અમિતાભ બચ્ચન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, કેટરિના કૈફ, વિકી કૌશલ, શાહરૂખ ખાન સહિત ઘણા દિગ્ગજ કલાકારો આ પ્રી-વેડિંગ સેરેમનીમાં હાજરી આપી રહ્યા છે. 1 માર્ચની સાંજે મહેમાનો માટે ‘ઇવનિંગ ઇન એવરલેન્ડ-થીમ આધારિત’ કોકટેલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. 2 માર્ચે, સૌપ્રથમ દરેક વ્યક્તિ રિલાયન્સ એનિમલ રેસ્ક્યુ સેન્ટરની ટૂર પર જશે અને સાંજે ‘મેલા રોગ’ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. 3 માર્ચે દરેક વ્યક્તિ ‘ટસ્કર ટ્રેઇલ’ પર જશે અને છેલ્લી ઇવેન્ટ પરંપરાગત હશે. ‘હસ્તાક્ષર’ સમારોહ.


