- શાળા બહાર 2 યુવકે બાઈક પર સ્ટંટ કરતા કર્યો અકસ્માત
- બાઈકચાલકે 2 વિદ્યાર્થીનીઓને લીધી અડફેટે
- અકસ્માત થતા વિદ્યાર્થીનીઓને પહોંચી ઈજા
વલસાડના રોણવેલ ગામે આજે બાઈક પર સ્ટંટ કરતા લબરમુંછીયાઓએ બે વિધાર્થીઓને અડફેટે લેતા ઈજાગ્રસ્ત કરી હતી,તો વિધાર્થીનીઓનો આક્ષેપ છે કે,આવુ એક વાર નહી પણ અનેક વાર ઘણા બાઈક ચાલકો શાળાની નજીક આવીને સ્ટંટ કરતા હોય છે,તો વિધાર્થીનીઓઓ છેડતીના પણ આક્ષેપ લગાવ્યા છે.પોલીસના પેટ્રોલિંગ પર પણ સવાલો ઉભા થાય છે કે,પોલીસ આવા લબરમુંછીયાઓ સામે કેમ કાર્યવાહી નથી કરતી.
લબરમુંછીયાઓને ચખાડો મેથીપાક
મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો,જે લોકો બાઈક પર આવીને આવો સ્ટંટ કરતા હતા તે લોકો વિધાર્થીનીઓને ઈજા પહોંચાડી ફરાર થઈ ગયા હતા,હાલ આ મામલે કોઈ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ નથી,તો પોલીસે આવા લબરમુંછીયાઓની ધરપકડ કરી જાહેરમાં સજા અપાય એ રીતનો પાઠ ભણાવવો જોઈએ જેના કારણે ભવિષ્યમાં આવા સ્ટંટો કરતા અટકાય.અને અન્ય કોઈને નુકસાન પણ ના પહોંચે.
અનઈચ્છનીય ઘટના બની હોત તો કોણ જવાબદાર
સમગ્ર ઘટનામાં હાલ બે વિધાર્થીનઓને ઈજા પહોંચી છે,પણ જો કોઈ વિધાર્થીનીનુ મોત થયું હોત તો આ વાતને લઈ કોણ જવાબદાર હોત અને માતા-પિતા પર શું વિતતી હોય તેની સૌને ખબર છે.વલસાડમાં ત્રણ દિવસ પહેલા પણ એક યુવાનનો વિડીયો વાયરલ થયો હતો,જેમાં યુવક કારના રૂફ પર બેસીને સ્ટંટ કરતો હતો.


