- પતિ, સાસુ-સસરા અને નણંદ આપી રહ્યા હતા ત્રાસ
- પોલીસે આપઘાતની દુસ્પ્રેરણાનો ગુનો નોંધાયો હતો
- 9માં માળેથી ઝંપલાવી મહિલાએ આપઘાત કર્યો હતો
હાલમાં આપઘાતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે સુરતના પાલ વિસ્તારમાં ડિપ્રેશનમાં આવીને કાપડ વેપારીની પત્નીએ 9માં માળેથી મોતની છલાંગ લગાવી હતી. જેના કારણે તેનું મોત થયું હતું. એટલું જ નહીં આ મામલે તપાસ દરમિયાન પાલ પોલીસે સાસુ, સસરા, પતિ અને નણંદ સામે ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી હતી. મહિલા 9માં મળેથી કાર પર પટકાઈ હતી.
આ અંગેની માહિતી અનુસાર, સુરતના પાલ ભાઠાગામ ખાતે ગ્રીનસીટીમાં રહેતા 30 વર્ષીય વર્ષાબેન નામની મહિલાએ નવમા માળે ફ્લેટની બાલ્કનીમાંથી નીચે છલાંગ મારતા ભાગદોડ થઇ જવા પામી હતી. તેમજ કાપડ વેપારીની પત્નીએ વર્ષગાંઠના બીજા દિવસે જ આપઘાત કરતાં ચકચાર મચી ગઈ હતી. જે સાથે જ સાસુ, સસરા, પતિ અને નણંદ સામે ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી હતી.
આ સાથે જ ગંભીર ઇજા થતા પરિવારજનો સારવાર માટે અડાજણ ખાતેની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યા ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. જયારે વર્ષાબેનના પરિવારજનોએ જણાવ્યું હતું કે વર્ષાબેનને સંતાનમાં એક પુત્ર છે. તેમના પતિ સલાબતપુરા વિસ્તારમાં રેડીમેડ કાપડની દુકાન ધરાવે છે,જ્યારે તે માનસિક ડિપ્રેશનની બિમારી પીડતા હોવાથી દવા ચાલતી હતી. તેમણે ડિપ્રેશનને લીધે આ પગલું ભર્યુ હતું.
એટલું જ નહીં વર્ષાના લગ્ન ડિસેમ્બર 2015 માં શ્યામ ઉર્ફે લખન સાથે થયા હતા. તેમજ વર્ષાની નણંદ નીલમ કુલદીપ મહિડા તેની સાસરીમાં ઝઘડો કરી પિયરમાં રહેવા આવી હતી. સંયુક્ત પરિવારમાં રહેવા ગયેલી વર્ષાને સાસુ કમલાબેન નાની નાની વાતોમાં મેણાંટોણાં મારતા હતા. જેમાં લગ્નમાં ઓછું સોનું લાવી છે તેમ કહી સાસુ અને પતિ એટલી હદે મારતા હતા તેને પેશાબ થઈ જતો હતો. જે પછી આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.


