- લાંચના કેસમાં NHAIના જનરલ મેનેજર સામે કાર્યવાહી
- 20 લાખ રૂપિયાની લાંચના કેસમાં CBIએ કરી ધરપકડ
- જનરલ મેનેજર અરવિંદ કાલે સહિત 11 લોકો સામે ફરિયાદ
CBIએ લાંચના કેસમાં NHAIના જનરલ મેનેજરની ધરપકડ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, CBIએ આ કાર્યવાહી 20 લાખ રૂપિયાની લાંચના કેસમાં કરી છે. આ સાથે CBIએ આ સર્ચ ઓપરેશનમાં 45 લાખ રૂપિયા પણ જપ્ત કર્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે આ જનરલ મેનેજર અરવિંદ કાલે પણ પ્રોજેક્ટના મેનેજર હતા. તેણે ખાનગી કંપની પાસેથી લાંચ લેતા ઝડપાયા હતા.
ઘરમાંથી 45 લાખ રૂપિયા જપ્ત
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના જર્નલ મેનેજરની મહારાષ્ટ્રના નાગપુરમાં 20 લાખ રૂપિયાની લાંચના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે, ધરપકડ બાદ CBIએ સર્ચ ઓપરેશનમાં 20 લાખ રૂપિયાની લાંચ સહિત 45 લાખ રૂપિયા જપ્ત કર્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર જનરલ મેનેજર અરવિંદ કાલે અને અન્ય 11 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. હાલ આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ખાનગી કંપનીઓ પણ CBIના રડાર પર
અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે અરવિંદ કાલે, જેઓ પ્રોજેક્ટ ડાયરેક્ટરની જવાબદારી પણ નિભાવી રહ્યા હતા, તેમણે ખાનગી કંપની પાસેથી કથિત રીતે લાંચ લીધી હતી. તેમણે કહ્યું કે કાલેની ધરપકડ બાદ સર્ચ ઓપરેશનમાં સીબીઆઈએ 20 લાખની લાંચ સહિત 45 લાખ રૂપિયા જપ્ત કર્યા છે. “આરોપી અધિકારી દ્વારા માંગવામાં આવેલી લાંચ અને પ્રથમ હપ્તાની કુલ રકમ 45 લાખ રૂપિયા હતી. ખાનગી વ્યક્તિઓ અને કંપનીઓ પણ લાંચના કેસમાં સામેલ છે અને તેઓ પણ સીબીઆઈ તપાસનો ભાગ છે,” એજન્સીએ જણાવ્યું હતું.
CBIએ 5 સ્થળોએ પાડ્યા દરોડા
માહિતી મળી છે કે સીબીઆઈએ ભોપાલ અને નાગપુરમાં પાંચ સ્થળોએ આરોપી વ્યક્તિના ઘર અને રહેઠાણો પર સર્ચ હાથ ધર્યું છે. એજન્સીએ કહ્યું કે સર્ચ દરમિયાન પગાર વધારા સાથે જોડાયેલા દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે અને ડિજિટલ પુરાવા પણ જપ્ત કરવામાં આવી રહ્યા છે.


