- પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા
- આરોપી ચોરી કરેલા વાહન ગીરવે મૂકી દેતો હતો
- પોલીસ ચોપડે ન નોંધાયેલ હોવાનું પોલીસ દ્વારા જાણવા મળ્યું હતું
હારીજ પોલીસે શહેરની અંદર આવેલ પટેલ વાસમાંથી એક રીઢા બાઇક ચોરને ઝડપી પાડયો હતો. તેમજ આરોપીને હારીજ કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટ દ્વારા 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જેમાં રિમાન્ડ દરમિયાન આરોપી દ્વારા છ એકટીવા તેમજ એક મેસ્ટ્રો મોપેડની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જેમાં છ ચોરી પોલીસ ચોપડે નોંધાઈ હતી તેમજ એક એકટીવાની ચોરી દસ બાર મહિના પહેલા વડોદરાના લક્ષ્મીપુરા સમતા વિસ્તારમાંથી કરી હતી. જે પોલીસ ચોપડે ન નોંધાયેલ હોવાનું પોલીસ દ્વારા જાણવા મળ્યું હતું
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હારીજમાં રહેતા તુષારકુમાર ધનાભાઇ પટેલને હારીજ પોલીસે તા.25/2/24ના રોજ શહેરના પટેલવાસમાથી ઝડપી પાડયો હતો. જેમાં તેને હારીજ સિવિલ કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટ દ્વારા દસ દિવસ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જેમાં રિમાન્ડ દરમિયાન આરોપી તુષાર પટેલ દ્વારા તેણે અલગ અલગ છ એકટીવા તેમજ એક મેસ્ટ્રો મોપેડની ચોરી ડિસેમ્બર મહિનામાં અમદાવાદાં સુભાષબ્રીજ સર્કલ પાસેના ચાઇવાલે દુકાન પાસેથી કરી હોવાની કબૂલાત કરી હતી તેમજ મેસ્ટ્રોની આઠ મહિના પહેલા રાજકોટ માર્કેટયાર્ડમાંથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી તથા ગોંડલ સીટી એપીએમસી માંથી એકટીવાની ચોરી કરી હતી તેમજ વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાંથી પણ એકટીવાની ચોરી કરી હોવાની માંજલપુર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. ઉપરોક્ત મુદ્દામાલ સિવાય આરોપી પાસેથી એકટીવા નંબર જીજે-6-એનબી-5483 મળી આવ્યું હતું. જેને તારીખ 25 /2/ 2024ના રોજ હારીજ પોલીસ સ્ટેશનના ઉપરોક્ત જણાવેલ ગુનામાં મુદ્દામાલ તરીકે કબજે કરવામાં આવ્યું હતું. જેની સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાયેલ હોવાનું પોલીસ દ્વારા જણાવ્યું હતો.
આરોપી ચોરી કરેલા વાહન ગીરવે મૂકી દેતો હતો
ઝડપાયેલ આરોપી દ્વારા વિવિધ જગ્યાએથી એકટીવા તેમજ મેસ્ટ્રોની ચોરીઓ કર્યા બાદ તે વાહનો ગીરવે મૂકીને પૈસા લઈ લેતો હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી.