- પંતે ઈન્સ્ટા સ્ટોરીમાં શેર કર્યો વીડિયો
- બાળકો સાથે બાળક બનીને રમ્યા પંત
- લખોટીથી ટક અવાજથી લગાવે છે નિશાન
પંત હાલમાં ક્રિકેટથી દૂર છે અને કાર અકસ્માત બાદ ઈન્જરીથી રિકવર થઈ રહેલા પંતને એક નવું રૂપ જોવા મળ્યું છે. પંત સડક પર બાળકો સાથે લખોટી રમતા જોવા મળી રહ્યા છે. આ સમયે તે હાફ પેન્ટ અને ટી-શર્ટમાં જોવા મળ્યા. પહેલીવાર પંતનો આ અંદાજ જોવા મળતા ફેન્સ અને બાળકો ખુશ છે.
પંતે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી
પંતા તેમના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી છે જેમાં તે લખોટી રમી રહ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પંત જમીન પર ઊભડક બેઠા છે અને સાથે લખોટીથી નિશાન લગાવી રહ્યા છે. તે જે અંદાજથી રમી રહ્યા છે તેનાથી લાગે છે કે તેમને લખોટી રમવાનો અનુભવ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પંત પાસે રાખેલી લખોટીઓને ટક અવાજ સાથે નિશાન બનાવી રહ્યા છે. આ સાથે રમત રમતા તે એક જગ્યાએથી અન્ય જગ્યાએ ફરી રહ્યા છે. વીડિયો શેર કરતાની સાથે પંતે લખ્યું છે કે લાંબા સમય બાદ સામાન્ય પાડોશીઓ સાથે.
ડિસેમ્બર 2022માં થયા હતા ઈજાગ્રસ્ત
ઉલ્લેખનીય છે કે પંત 2022માં કાર અકસ્માતનો શિકાર બન્યા હતા. તેમાં તેમને ઘણી ઈજા થઈ હતી. એક્સીડન્ટ બાદ પંતે ક્રિકેટના અનેક ઈવેન્ટ મિસ કર્યા જેમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન ફાઈનલ 2023, એશિયા કપ 2023 અને વર્લ્ડ કપ 2023 સામેલ છે. તેના સિવાય તેઓએ આઈપીએલ 2023 પણ મિસ કરી હતી. આઈપીએલમાં પંતની જગ્યા દિલ્હી કેપિટલ્સે ડેવિડ વોર્નરને આપી હતી. મીડિયા રિપોર્ટમાં દાવો કરાયો છે કે પંતની આઈપીએલ 2024માં મેદાનમાં વાપસી શક્ય છે. જો કે એ સ્પષ્ટ થયું નથી કે તે કયા જોશ સાથે વાપસી કરશે.


