- અંબરીશ ડેરને કોંગ્રેસમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા
- અંબરીશ ડેરને કોંગ્રેસના તમામ હોદ્દા પરથી સસ્પેન્ડ કરાયા
- પક્ષવિરોધી પ્રવૃત્તિ કરવા બદલ અંબરીશ ડેર સસ્પેન્ડ
અંબરીશ ડેર કોંગ્રેસમાંથી રાજીનામું આપે તે પહેલા સસ્પેન્ડ કરાયા છે. જેમાં અંબરીશ ડેરને કોંગ્રેસમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે. અંબરીશ ડેરને કોંગ્રેસના તમામ હોદ્દા પરથી સસ્પેન્ડ કરાતા લોક ચર્ચા શરૂ થઇ છે. જેમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ કરવા બદલ અંબરીશ ડેર સસ્પેન્ડ થયા છે.
આવતીકાલે ભાજપમાં જોડાઈશ: પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર
પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે જણાવ્યું છે કે 550 વર્ષ જૂનો રામ મંદિરનો મુદ્દો ઉકેલાયો છે. અયોધ્યા ન જવું વાજબી નથી. આવતીકાલે ભાજપમાં જોડાઈશ. સમર્થકો મારી સાથે ભાજપમાં જોડાઈ શકે છે. ભાજપ જે જવાબદારી સોંપશે તે સ્વીકારીશ. લાગણી હોય, ત્યાં સોદા ન હોય. કોઈ હોદ્દો મહત્વનો નથી, સેવા મહત્વની છે.
6 વર્ષ માટે શિસ્ત સમિતિએ અંબરીશ ડેરને સસ્પેન્ડ કર્યા
ડેરની સી.આર.પાટીલ સાથે મુલાકાત બાદ કોંગ્રેસના આકરા તેવર જોવા મળ્યા છે. જેમાં 6 વર્ષ માટે શિસ્ત સમિતિએ અંબરીશ ડેરને સસ્પેન્ડ કર્યા છે. તેમજ રાહુલ ગાંધીની મુલાકાત પહેલા પ્રદેશ કોંગ્રેસમાં હડકંપ મચી ગયો છે. ત્યારે પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર કેસરીયા કરી શકે છે. જેમાં ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સાથે ડેરની સૂચક મુલાકાત થઇ છે. તેમાં અમદાવાદમાં ડેરના નિવાસ સ્થાને સીઆર પાટીલ પહોંચ્યા હતા. જેમાં હવે આવતીકાલે અંબરીશ ડેર ભાજપમાં જોડાઇ શકે છે.
અમરેલીના 1000થી વધુ કાર્યકરો સાથે કેસરિયો કરશે
અમરેલીના 1000થી વધુ કાર્યકરો સાથે કેસરિયો કરશે. ત્યારે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતનું નિવેદન સામે આવ્યું છે. જેમાં પ્રતાપ દૂધાતએ જણાવ્યું છે કે અંબરીશ ડેર પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ છે. ટિકિટ માટેનો નિર્ણય હાઇકમાન્ડ લેતી હોય છે. વિરોધ પક્ષમાં અંબરીશભાઇની શક્તિ ખીલી છે. શાસક પક્ષમાં ગયેલા લોકોની સ્થિતિ ખરાબ છે. શાસક પક્ષમાં જઇને નેતાઓ પોપટ બની જાય છે.


