જસદણ કડવા પાટીદાર સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો
શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરાયા
અગ્ર ગુજરાત, જસદણ
જસદણ કડવા પાટીદાર સમાજ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
જસદણ કડવા પટેલ સમાજ દર વર્ષે જસદણમાં વસતા કડવા પાટીદાર પરિવારના ૧ થી ૩ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરે છે તેમજ જેટલી માર્કશીટ આવી હોય તે તમામ વિદ્યાર્થીઓને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરે છે. જેના ભાગરૂપે તાજેતરમાં જસદણમાં કડવા પાટીદાર સમાજના વિદ્યાર્થીઓને સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યકમમાં ઉમિયાધામ સીદસર થી મહિલા સંગઠન પ્રમુખશ્રી સરોજબેન મારડીયા તેમજ નયનાબેન, ભાવેશભાઈ ડઢણીયા તેમજ ઉમિયાધામ લીલીયા મોટા મંદિરથી આવેલ પ્રમુખ બાબુભાઇ ધામત , ઉપપ્રમુખ મનસુખભાઇ ગાંગડીયાએ હાજરી આપી હતી. વિદ્યાર્થીઓ તેમજ પરિવારજનોનો ઉત્સાહ વધારેલ હતો.
સરોજબેનને હાલ મંદિર તરફથી ચાલતી યોજનાઓ તેમજ સામાજીક પ્રશ્નો વિશે ઉદબોધન આપતા દીકરીઓને લગ્ન પ્રસંગે બિનજરૂરી ખર્ચમાં આવતા પ્રીવેડિંગ જેવા ખર્ચ નહિ કરવા, હાલનો ખૂબ ગંભીર મુદ્દો લગ્ન બાદ ટૂંકા સમયમાં જે છુટાછેડા થાય છે, બાબતે પણ ખૂબ જ વિગતવાર વાત કરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. લીલીયામોટા થી આવેલા બાબુભાઇ ધામતે વિધાર્થીને મોબાઇલના સદઉપયોગ અને લીલીયા મંદિર તરફથી ચાલતી સામાજિક પ્રવૃતિએ વિશે માહિતગાર કર્યા હતા. ભાવેશભાઈ ડઢાણીયાએ શિક્ષક તરીકે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને ખૂબ ઉત્સાહ અને માર્ગદર્શન પૂરું પડેલ હતું. યુવાનોને વ્યસનમુક્તિની ખુબ જ સરસ માહિતી પૂરી પાડેલ હતી. કાર્યકમ બાદ જસદણમાં વસતા તમામ પાટીદાર પરિવારનું સમૂહ ભોજન પણ રાખેલ હતું. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં માટે દાતાશ્રીઓએ ખૂબ જ સહયોગ આપેલ હતો. અન્ય વ્યવસ્થા માટે કારોબારી સમિતિ, યુવા સંગઠન, મહિલા સમિતિ તેમજ સલાહકાર સમિતિએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.


