- અર્જુન મોઢવાડીયા રાજીનામું આપી શકે છે
- આજે સાંજ સુધીમાં અર્જુન મોઢવાડિયા રાજીનામું આપી શકે
- રાહુલના ગુજરાત પ્રવાસ પહેલા કોંગ્રેસને ઝટકા પર ઝટકો
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. જેમાં આજે સાંજ સુધીમાં અર્જુન મોઢવાડિયા રાજીનામું આપી શકે છે. તેમજ પોરબંદરના ધારાસભ્ય મોઢવાડિયા કેસરિયા કરશે. રાહુલના ગુજરાત પ્રવાસ પહેલા કોંગ્રેસને મોટા ઝટકા પર ઝટકા લાગી રહ્યાં છે.
મોઢવાડિયા સાથે વધુ 2 MLA કોંગ્રેસ સાથે છેડો ફાડશે
મોઢવાડિયા સાથે વધુ 2 MLA કોંગ્રેસ સાથે છેડો ફાડશે. જેમાં પાટણના MLA કિરીટ પટેલ ગમે તે ક્ષણે રાજીનામું આપી શકે છે. દાંતા MLA કાંતિ ખરાડી પણ ગમે તે ક્ષણે રાજીનામું આપી શકે છે.
રાહુલ ગાંધીની મુલાકાત પહેલા પ્રદેશ કોંગ્રેસમાં હડકંપ મચ્યો
રાહુલ ગાંધીની મુલાકાત પહેલા પ્રદેશ કોંગ્રેસમાં હડકંપ મચ્યો છે. જેમાં અંબરીશ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. તેમજ પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર કેસરીયા કરી શકે છે. તેમાં ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સાથે ડેરની સૂચક મુલાકાત થઇ છે. તેમાં અમદાવાદમાં ડેરના નિવાસ સ્થાને પાટીલ પહોંચ્યા હતા. ત્યારે આવતીકાલે અંબરીશ ડેર ભાજપમાં જોડાઇ શકે છે. અમરેલીના 1000થી વધુ કાર્યકરો સાથે કેસરિયો કરશે.
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે છેલ્લા બે વર્ષ કરતા વધુ સમયથી કોંગ્રેસના યુવા નેતા અંબરીશ ડેર માટે રૂમાલ રાખીને જગ્યા રાખી છે. માત્ર એટલું જ નહીં, આ વાત તેઓ બબ્બેવાર જાહેર મંચ પરથી કહી ચૂક્યા છે. જો કે આમ છતાં અંબરીશ ડેર ભાજપમાં જોડાવા માટે અવઢવમાં હતા અને કોંગ્રેસને રામ રામ કર્યા નહોતા. પરંતુ હવે તેઓએ પાટીલે ભાજપની બસની સીટ પર રાખેલો રૂમાલ લઈને એ જગ્યા પર બેસી જવા માટે તૈયાર થઈ ગયા છે. આમ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે.


