શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીનો યાત્રા પ્રવેશને આવકાર
લોકસભાની ચૂંટણી પૂર્વ કોંગ્રેસ દ્વારા ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં ભારત જોડો ન્યાય યાત્રા 7 જિલ્લાઓમાંથી પસાર થશે. ગુજરાતમાં ભારત જોડો ન્યાય યાત્રા તા. 7મી માર્ચ ના રોજ બપોરે 3 કલાકે દાહોદ જીલ્લાના ઝાલોદ ખાતે પ્રવેશ કરી રહી છે. ગુજરાત રાજ્યમાં ભારત જોડો ન્યાય યાત્રા 7 માર્ચે દાહોદના ઝાલોદ બાદ 8 માર્ચે સવારે 8 કલાકે દાહોદથી યાત્રા શરૂ કર્યા બાદ બસ સ્ટેન્ડ, ગોધરાથી પદયાત્રા રોયલ હોટલ નજીક અને બસ સ્ટેન્ડ ચોક, હાલોલ, પંચમહાલથી પદયાત્રા મહારાણા પ્રતાપ ચોક સુધી જાહેર સંબોધન કરશે. ગુજરાત રાજ્યના 7 જીલ્લાઓમાંથી પસાર થશે. ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાત રાજ્યમાં ૪૪૫ કિ.મી.નો પ્રવાસ કરશે અને ૫ થી વધુ લોકસભા ક્ષેત્રો આવરી લેવામાં આવશે તેમ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ તેમની યાદીમાં જણાવ્યું હતું.
સમગ્ર દેશમાં ભાજપા જે એજન્ડા સાથે નિતિ અખત્યાર કરી રહી છે જેનાથી દેશને મુશ્કેલ પરિસ્થિતિમાં મુકી દીધો છે. દેશમાં તમામ નાગરિકોને ન્યાય મળે ખાસ કરીને યુવાનો, મહિલાઓ, ખેડૂતો, શ્રમિકોને ન્યાય મળે તે માટે મણિપુરથી મુંબઈ સુધીની ૬૭૦૦ કિ.મી. ની ભારત જોડો ન્યાય યાત્રા વિવિધ રાજ્યોમાંથી પસાર થઈ રહી છે ત્યારે, ૬૭૦૦ કિ.મી. ની ભારત જોડો ન્યાય યાત્રા અંતર્ગત કાર્યકરો, પદાધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કોંગ્રેસ પક્ષના શુભેચ્છકો દેશના નાગરિકો મોટી સંખ્યામાં આ ન્યાય યાત્રામાં જોડાઈ રહ્યાં છે.
અસમાનતા, સામાજિક ધ્રુવીકરણ ને રોકવા અને સર્વસમાવેશી રાજનીતિ માટે ‘ભારત જોડો ન્યાય યાત્રા’ ની શરૂઆત કરવામાં આવી છે. ભારત ના લોકો ને આર્થિક, સામાજિક અને રાજનૈતિક ન્યાય મળી રહે તે માટે ‘ભારત જોડો ન્યાય યાત્રા’ યોજાઈ રહી છે.


