- આગની ઘટના અંગે વિદેશ મંત્રી એસ.જયશંકરે દુ:ખ વ્યક્ત કર્યું
- પગપાળા જતા લોકો ખુલ્લા વીજતારના સંપર્કમાં આવ્યા હતા
- આ વર્ષે 8 માર્ચના રોજ મહાશિવરાત્રિ યોજાવાની છે
મોરેશિયસથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. મહાશિવરાત્રિ પહેલા અહીં ધાર્મિક વિધિ દરમિયાન આગ લાગી હતી. આ દુર્ઘટનામાં છ શ્રદ્ધાળુઓનાં મોત થયા હતા, જ્યારે સાતથી વધુ ઘાયલ થયા હતા. વિદેશ મંત્રી એસ. જયશંકરે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. મોરેશિયસના પોલીસ કમિશનર અનિલ કુમાર દીપે જણાવ્યું હતું કે શિવરાત્રી પહેલા 3 માર્ચે શ્રદ્ધાળુઓ ગ્રાન્ડ બેસિન લેક સુધી પગપાળા મુસાફરી કરી રહ્યા હતા. આ લોકો લાકડા અને વાંસની બનેલી ગાડીમાં દેવતાઓની મૂર્તિઓ લઈને તળાવ તરફ જઈ રહ્યા હતા. ત્યારબાદ વાહન ખુલ્લા વીજ વાયરના સંપર્કમાં આવ્યું અને આગ લાગી હોવાનું સામે આવ્યું છે. મોરેશિયસમાં હિન્દુ ધર્મ સૌથી મોટો ધર્મ છે. 2011ની વસ્તી ગણતરી મુજબ અહીંની લગભગ 48.5% વસ્તી હિન્દુ છે. આફ્રિકાનો આ એકમાત્ર દેશ છે જ્યાં આટલી મોટી સંખ્યામાં હિંદુઓ રહે છે. જો વૈશ્વિક સ્તરે જોવામાં આવે તો હિન્દુઓની વસ્તીના સંદર્ભમાં ભારત અને નેપાળ પછી મોરેશિયસ આવે છે.
ઘટનામાં સાતથી વધુ લોકો ઘાયલ
પોલીસ કમિશનર અનિલ કુમાર દીપે જણાવ્યું કે, અકસ્માતમાં છ લોકોનાં મોત થયા છે અને સાતથી વધુ ઘાયલ થયા છે. ઘાયલોની હાલત ગંભીર છે અને તેમની સારવાર હજુ ચાલુ છે.
જયશંકરે શોક વ્યક્ત કર્યો હતો
વિદેશ મંત્રી અય જયશંકરે સોમવારે દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેણે કહ્યું, ‘મૉરિશિયસમાં મહાશિવરાત્રિ પૂર્વે ધાર્મિક વિધિ દરમિયાન આગ લાગવાના સમાચાર સાંભળીને મને ઘણું દુઃખ થયું છે. આ અકસ્માતમાં છ લોકોએ જીવ ગુમાવ્યા છે.
8 માર્ચના રોજ મહાશિવરાત્રિ યોજાવાની છે
તમને જણાવી દઈએ કે, તીર્થયાત્રીઓ શિવરાત્રી ઉત્સવથી પહેલા ગ્રાન્ડ બેસિન લેક સુધી પગપાળા યાત્રા કરી રહ્યા હતા, જેને પૂર્વ આફ્રિકન ટાપુ રાષ્ટ્રના હિન્દુ સમુદાય દ્વારા પવિત્ર માનવામાં આવે છે. કેલેન્ડર મુજબ મહાશિવરાત્રી ફાલ્ગુન મહિનામાં ઉજવવામાં આવે છે. આ વર્ષે મહાશિવરાત્રી 8 માર્ચે છે.


