દીવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઘોઘલા બીચ ખાતે ઉજવણી
અગ્ર ગુજરાત, દીવ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંયુકત રાષ્ટ્ર મહાસભામાં યોગના વૈશ્વિક મહત્વ અંગે રજુઆત કરવામાં આવેલ ત્યારબાદ સંયુકત રાષ્ટ્ર સંઘ ૧૧ ડિસેમ્બર ૨૦૧૪ના રોજ ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે માન્યતા આપી અને પ્રથમ યોગ ૨૧ જૂન ૨૦૧૫ના રોજ વિશ્વભરમાં ઉજવાયો હતો.
૨૧ જૂનની પસંદગી પાછળનું કારણ એ છે કે આ દિવસ વર્ષનો સૌથી લાંબો દિવસ ગણાય છે જે ભારતીય પરંપરામાં વિશેષ મહત્વ ધરાવે છે. હજારો વર્ષ પહેલા ભારતના ઋષિ મુનિઓ યોગ, ધ્યાન અને તપસ્યાના માધ્યમથી આત્મજ્ઞાન તથા પરમ ચેતનાની પ્રાપ્તિ માટે સાધના કરતા. તેમણે યોગની વિવિધ પધ્ધતિઓ વિકસાવી, જે શરી મન અને આત્માના સમન્વયનું ઉત્તમ સાધન બની. આજના સમયમાં એ જ પ્રાચીન યોગ વિદ્યા સમગ્ર વિશ્વમાં સ્વાસ્થય અને સુખાકારી માટે અપનાવવામાં આવી રહી છે. ભારતની પ્રાચીન ઋષિ પરંપરામાંથી જન્મેલો યોગ આજે વિશ્વના કરોડો લોકોના જીવનનો અભિન્ન ભાગ બની ગયો છે. યોગ દ્વારા માત્ર શારીરિક સ્વાસ્થય જ નહી પરંતુ માનસિક શાંતિ, આત્મવિશ્વાસ અને આધ્યાત્મિક વિકાસ પણ પ્રાપ્ત થાય છે. યોગનું મહત્વ જે આધુનિક જીવનશૈલીમાં વધતો તણાવ, અનિયમીત ખોરાક, સ્થૂળતા, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને હાર્ટએટેક જેવી સમસ્યાઓ સામાન્ય બની ગઇ છે. આવી પરિસ્થિતિમાં યોગ એક કુદરતી અને અસરકારક ઉપચાર સમાન સાબિત થાય છે.
દીવના ઘોઘલા બ્લુ ફલેગ બીચ ખાતે ડે.કલેકટર શીવમ મિશ્રાના નેતૃત્વમાં યોગા ડે ઉજવાયો. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી અને યોગ દિવસની ઉજવણી કરી સમગ્ર કાર્યક્રમનું માઇક સંચાલન સિનિયર શિક્ષિકા પ્રતિભાબેન સમ્રાટે કર્યુ હતું.


