- સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે
- સુપ્રસિદ્ધ સાહિત્યકાર માયાભાઈ આહીરના સૂરોમાં રંગાઈ રાણીની વાવ
- માયાભાઈ આહીરે પોતાના સંગીત સુર રેલાવ્યા હતા
ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા જિલ્લા વહિવટીતંત્ર પાટણના સંયુક્ત ઉપક્રમે વિશ્વ વિરાસત રાણીની વાવ ઉત્સવ તા.03 અને 04 માર્ચના રોજ રાત્રે 8-00 કલાકથી રાણીની વાવ પાટણ ખાતે યોજવામાં આવ્યો છે. જેમાં સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. રવિવારના કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ સાહિત્યકાર માયાભાઈ આહીરે પોતાના સંગીત સુર રેલાવ્યા હતા.
કાર્યક્રમમાં સાંસદ ભરતસિંહ ડાભીએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં ગુજરાતમાં પાટણથી કારોબારી ચાલતો હતો. રાજા સિદ્ધરાજ જયસિંહ પાટણથી વહિવટ કરતા હતા આ રીતે પાટણની પ્રભુતા આપણે ઈતિહાસમાં જોઈ છે. આજનો આ સુંદર મનોરંજન સાથેનો કાર્યક્રમ કરવા માટે જિલ્લા વહિવટી તંત્રએ ખૂબ મહેનત કરી છે. તમામને હું બિરદાવું છું. બે દિવસીય આયોજિત રાણકી વાવ ઉત્સવમાં ગુજરાતમાંથી ખૂબ સારા કલાકારો બોલાવી પાટણ શેહરની પ્રજાનું મનોરંજન કરવામાં આવશે.
કાર્યક્રમમાં સાંસદ ભરતસિંહ ડાભી, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ હીરલબેન મકવાણા, કે.સી.પટેલ, દશરથજી ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારી બી.એસ.પ્રજાપતિ, નિવાસી અધિક કલેકટર બી.એસ.પટેલ, પુરવઠા અધિકારી ડી.એસ.નીનામા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.કે.મકવાણા, પાટણ પ્રાંત અધિકારી મિતુલ પટેલ તેમજ વિવિધ અધિકારીઓ અને પાટણની જનતા ઉપસ્થિત રહી હતી.


