- લોકસભાની ચૂંટણી પહેલા ભાજપનો ભરતી મેળો સફળ રહ્યો
- અર્જૂન મોઢવાડિયા અને અંબરીશ ડેર ભાજપમાં જોડાયા
- મુળુભાઈ કંડોરીયા પણ ભાજપમાં જોડાયા છે
લોકસભાની ચૂંટણી પહેલા ભાજપનો ભરતી મેળો સફળ રહ્યો છે. જેમાં અર્જૂન મોઢવાડિયા અને અંબરીશ ડેર ભાજપમાં જોડાયા છે. તેમજ મુળુભાઈ કંડોરીયા પણ ભાજપમાં જોડાયા છે. અમદાવાદ કોંગ્રેસ ઉપપ્રમુખ ભૂપન્દ્રસિંહ ચૌહાણ પણ ભાજપમાં જોડાયા છે.
નવસારી કોંગ્રેસના આગેવાન ધર્મેશ પટેલે કેસરિયો કર્યો
નવસારી કોંગ્રેસના આગેવાન ધર્મેશ પટેલે કેસરિયો કર્યો છે. તેમજ મોરબીના કે.ડી. પડસુંબીયા ભાજપમાં જોડાયા છે. તથા NSUIના કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાયા છે. આ પ્રસંગે સી.આર.પાટીલે જણાવ્યું છે કે અમને જ્ઞાતિવાદને દૂર કરવામાં સફળતા મળી છે. વિકાસના નામે ક્યારેય જીતાય નહીં એવી દલીલો થતી. મોદીજીએ તેમને જવાબ આપ્યો કે લોકો વિકાસ ઇચ્છે છે. અંગ્રેજોની ગુલામીની નિશાની હતી લોકસભાની બિલ્ડિંગ. જૂની બિલ્ડિંગમાંથી સ્વદેશી એવી બિલ્ડિંગમાં લોકસભા છે.

કોંગ્રેસમાંથી આવનાર નેતાઓનું સ્વાગત કરું છુ: સી.આર.પાટીલ
દેશના યુવાનોની જવાબદારી PM મોદીએ લીધી છે. યુવાઓને લોન માટે જામીન નરેન્દ્ર મોદી પોતે બન્યા છે. પહેલીવાર ખેડૂતો માટેની યોજના બનાવી છે. વિકાસમાં યોગદાન આપવા નેતાઓ ભાજપમાં આવ્યા છે. કોંગ્રેસમાંથી આવનાર નેતાઓનું સ્વાગત કરું છુ.


