- નાનપુરામાં 50 વર્ષીય સલીબાનનો આપઘાત
- લોખંડની સીડી સાથે કેબલ વાયર બાંધી ફાંસો ખાધો
- હજીરામાં 42 વર્ષીય રતન ગોરાઈનો આપઘાત
સુરતમાં એક જ દિવસમાં 2 લોકોએ આપઘાત કર્યો છે. જેમાં નાનપુરામાં 50 વર્ષીય સલીબાનએ આપઘાત કર્યો છે. તેમાં લોખંડની સીડી સાથે કેબલ વાયર બાંધી ફાંસો ખાધો છે. તેમજ હજીરામાં 42 વર્ષીય રતન ગોરાઈએ આપઘાત કર્યો છે. તેમણે છતની એન્ગલ સાથે દોરી બાંધી ફાંસો ખાધો છે.
બન્નેના આપઘાત પાછળના કારણ અકબંધ
બન્નેના આપઘાત પાછળના કારણ અકબંધ છે. શહેરમાં બે પુરુષોના આપઘાતથી ચકચાર મચી છે. નાનપુરામાં વોચમેન દ્વારા આપઘાત તથા હજીરામાં સુપરવાઈઝરે સુસાઇડ કર્યું છે. નાનપુરામાં 50 વર્ષીય સલીબાન કોલીએ રૂમમાંથી ઉપર જતા લોખંડની સીડી સાથે કેબલ વાયર બાંધી ફાંસો ખાધો છે. ત્યારે હજીરામાં 42 વર્ષીય રતન ગોરાઈએ છતની એન્ગલ સાથે દોરી બાંધી ફાંસો ખાધો છે. સલીબાનના આપઘાતથી ત્રણ સંતાનોએ પિતા ગુમાવ્યા છે. તેમજ રતનના આપઘાતથી એકના એક દીકરાએ પિતા ગુમાવ્યા છે.
તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિએ ઝેરી દવા ખાઈને આપઘાત
મહેસાણાના વિજાપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિ મનોજ પટેલે ઝેરી દવા ખાઈને આપઘાત કરી લીધો છે. વિજાપુર પોલીસે ઘટના અંગે હવે વ્યાજખોરો સામે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. વ્યાજખોરોએ અસહ્ય ત્રાસ મૃતક પર ગુજાર્યો હતો અને જેમાં નગર પાલિકાના પૂર્વ પ્રમુખ રેણુસિંહ ઠાકોર સહિત ચાર વ્યાજ ખોરો સામે ગુનો નોંધીને તપાસ શરુ કરવામાં આવી છે.


