અમરેલી જિલ્લા કલેકટર અજય દહીયાએ પીપાવાવ કોસ્ટલ બેલ્ટ વિસ્તારની મુલાકાત લીધી હતી. આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ જિલ્લા કલેકટર દ્વારા પીપાવાવ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં પહોંચી ઇન્ડિયન કોસ્ટગાર્ડ સ્ટેશન અને ઓપરેશન કમાન્ડ સેન્ટરની મુલાકાત લેવામા આવી હતી. આગામી ચૂંટણીને ધ્યાનમાં લઇ દરિયાઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. જેમાં અલ્ટ્રાટેક સિમેન્ટ,પીપાવાવ પોર્ટ સહિત ટાપુ વિસ્તારમાં સમુદ્રમા પહોંચી માહિતી મેળવી હતી. અને દરિયાઈ માર્ગો કોસ્ટલમા આવતા કયા-કયા માર્ગ તેની ગતિવિધિઓ અંગે માહિતી મેળવી જરૂરી સૂચન કરવામાં આવેલ. જેમાં જિલ્લા કલેકટર અજય દહીયા,પ્રાંત અધિકારી મેહુલ બરાસરા,ડીવાયએસપી હરેશ વોરા કોસ્ટગાર્ડ કમાન્ડ ઓફિસર રાકેશ કુમાર સહિત જવાનો જોડાયા હતાં.



